Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જડ્ડીબુટ્ટીયુકત ગ્લિસ્ટર હર્બલ્સ ટૂથપેસ્ટને બજારમાં મૂકી દેવાઇ

એમ્વેનો હર્બલ ઓરલ કેર સેગમેન્ટમાં પ્રવેશ : બહુગુણી ટૂથપેસ્ટ જડીબુટ્ટી તેમજ તેલના બાયોડિગ્રેડેબલ માઇક્રોબાયડ્સ તત્વથી સમૃદ્ધ છે : ૧૧ ઇન્ડીગ્રેડીઅન્ટ્સ

અમદાવાદ,તા. ૯ : દેશની સૌથી મોટી એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કરતી એમ્વે ઇન્ડિયાએ આજે તેના નવા સંશોધન એવી ગ્લિસ્ટર હર્બલ્સ ટૂથપેસ્ટને બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે જ એમ્વે દ્વારા હર્બલ ઓરલ કેર પ્રોડક્ટ ક્ષેત્રે પોતાનો પ્રવેશ પ્રસ્થાપિત કરાયો છે. વૈશ્વિક સ્તરે રૂ. ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ગ્લિસ્ટરની સફળતા પર આધાર રાખતા નવી હર્બલ કેર પ્રોડક્ટ સુસંગત હર્બલ ઇનગ્રેડીયન્ટ્સનું આકર્ષિત સ્વાદ સાથેનું મિશ્રણ છે અને ખુશ કરે તેવો કલર ધરાવે છે જે દરેકની રુચિ અનુસાર છે. આ નવી અને એડવાન્સ્ડ પ્રોડક્ટ સાથે એમ્વે ઇન્ડિયા ભારતમાં વૃદ્ધિ પામી રહેલા રૂ. ૧૯૮૦ કરોડના ટર્નઓવરવાળા સેગમેન્ટને ટાર્ગેટ કરી રહી છે એમ ગ્લિસ્ટરને લોંચ કરવાની જાહેરાત કરતા એમ્વે ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર સુંદીપ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્લિસ્ટર અમારી અત્યંત લોકપ્રિય વૈશ્વિક બ્રાન્ડ રહી છે. છેલ્લા પાંચ દાયકાથી શ્રેષ્ઠ વેચાણ ધરાવતી એવી ગ્લિસ્ટરે વિશ્વભરમાં ઉપભોક્તાઓનો વિશ્વાસ જીત્યો છે અને તે ઓરલ હાઇજિન રુટીનનો એક ભાગ બની છે. સૌથી વધુ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે લાંબા ગાળાના નિરોગી જીવન માટેના નેચરલ અને હર્બલ વિકલ્પો માટેની વધી રહેલી માગ પર ધ્યાન કેદ્રિત કરતા ગ્લિસ્ટર હર્બલ્સ એ અમારી અગ્રણી બ્રાન્ડનું વિસ્તરણ છે અને અમારા ભારતીય ઉપભોક્તા માટે સ્વદેશી ધોરણે વિકસાવવામાં આવી છે. હર્બલ કેર પ્રોડક્ટ્સના ઉદ્યોગ તાજેતરના વર્ષમાં ગ્રાહકોની હર્બલ સોલ્યુશન્સ પ્રત્યેની પસંદગીને કારણે અને લાંબા ગાળાના લાભોમાં વિશ્વાસને કારણે નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામ્યો છે. જો કે, અનુભવો પર આધારિત અમારું સંશોધન ગમે તેવા સેન્સોરિયલ્સની જરૂરિયાત પર ભાર મુકે છે. આ એવી પ્રોડક્ટ છે, જે હાલમાં બજારમાં ઓફરિંગ્સમાં ઉપલબ્ધ નથી. ગ્લિસ્ટર સુંદર હર્બલ સ્વાદ સાથે હર્બ્સ અને આકર્ષક કલર ધરાવે છે. આ બાયો-ડિગ્રેડેબલ માઇક્રોબેડ્ઝના શક્તિશાળી મિશ્રણ અને સુંદર સ્વાદ સાથે, અમે પ્રોડક્ટના વપરાશનો અનુભવ પ્રસ્થાપિત કરવાનો અને હર્બલ ટૂથપેસ્ટને લાંબા ગાળા સુધી લોકો અપનાવશે તેવો લક્ષ્યાંક સેવીએ છીએ. દરમ્યાન એમ્વે ઇન્ડિયાના બ્યૂટી એન્ડ પર્સોનલ કેરના કેટેગરી હેડ કુ.અનિષા શર્માએ ઉમેર્યું હતું કે, ગ્લિસ્ટર હર્બલ્સ જડીબુટ્ટીઓ સારી બાબતો સાથે સુંદર સ્વાદ ઓફર કરતી એમ્વેની હર્બલ ઓરલ કેર સોલ્યુશન તરીકે શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત છે. એક કરતા વધુ કાર્યો ધરાવતી ટૂથપેસ્ટમાં ૧૧ ઇનગ્રેડીયન્ટ્સ જેમ કે સ્પિયરમિન્ટ, લવિંગ, આદુ, લીમડો, મુલેથી ઉપરાંતનો સમન્વય છે, જે તેમના ફાયદાઓ અને સુંદર સ્વાદ માટે જાણીતા છે. તેમાં લવિંગ અને ચાના ઝાડના આવશ્યક તેલના બાયોડિગ્રેડેબલ માઇક્રોબેડ્ઝ છે જે સમાવિષ્ટોની મહત્તમ સુખાકારીનો ખ્યાલ રાખે છે. હર્બલની લાક્ષણિકતા ૧૨ કલાક સુધી જંતુઓ સામે રક્ષણ પૂરું પાડે છે અને તાજો શ્વાસ પૂરો પાડે છે તેમજ તેની સાથે રિમિનરાલાઇઝેશન અને દાતને સફેદ બનાવે છે. ઇનગ્રેડીયન્ટ અને સ્વાદ એ અમારી હર્બલ ઓફરિંગની સફળતા છે. અમને ખાતરી છે કે, ગ્લિસ્ટર હર્બ્સલ્સને અમારા ઉપભોક્તાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડશે.

શાહરૂખ છે બાયજુસનો બ્રાન્ડ એમ્બેસેડર.......

બોલીવુડ સ્ટાર શાહરૂખખાન બાયજુ'સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેની લોકપ્રિયતા દિન પ્રતિદિન ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થી આલમમાં વધી રહી છે. બાયજુ'સ એપ લોકપ્રિય થવાનું કારણ એ છે કે, તેમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને વિષયની પ્રેકટીકલ, વીડિયો સાથે ઝીણવટભરી રીતે અને સમજણ પડે તે રીતે જાણકારી અને માર્ગદર્શન પૂરૃં પડાય છે. ગોખણપટ્ટી અને રિપીટેશનના કન્સેપ્ટને બાકાત કરી તેના બદલે વાસ્તવિક, પ્રેકટીકલ અને યાદ રહી જાય તે પ્રકારે શીખવવાની પધ્ધતિને લઇને જ બાયજુ'સ એપ સમગ્ર વિદ્યાર્થીઆલમમાં આટલી બધી લોકપ્રિય બની રહી છે.

(9:57 pm IST)