Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ડાકોર-સેવાલિયા રોડ નજીક ટેમ્પામાં પશુને કતલખાને લઇ જનાર ચાલક સહીત મહિલાની અટકાયત: 2 પશુઓને બચાવાયા

ડાકોર:ડાકોર-સેવાલિયા રોડ અંગાડી ચપટીયા નજીકથી ગઈકાલે રાત્રે પોલીસે પીકઅપ ડાલુમાં કતલખાને લઈ જવાતા બે મૂંગા પશુઓને બચાવી લીધા હતા. સેવાલિયા પોલીસે ગાડીના ચાલક તેમજ મહિલાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ સેવાલિયા પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમિયાન અંગાડી ચપટીયા પ્રાથમિક શાળા નજીક વોચમાં હતા ત્યારે બાલાસિનોર તરફથી આવતી પીક્અપ ડાલુ નં.જીજે-૦૭ વાયઝેડ-૬૧૫૧ને ઉભી રખાવી તલાશી લેતા તેમાં ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધેલા બે બળદો મળી આવ્યા હતા. ગાડીમાં પશુઓ માટે ઘાસ કે પાણીની પણ વ્યવસ્થા હતી. જેથી પોલીસે ગાડીના ચાલક પાસે પશુની હેરાફેરીનો પરવાનો માંગતા મળી આવતા ડ્રાઈવર તેમજ મહિલાની અટક કરી પૂછપરછ કરતા રઘુભાઈ કાનાભાઈ ભરવાડ (રહે. બલાઢા તા. ઠાસરા) તથા સંગીતાબેન ભલાભાઈ ઠાકોર (રહે.જૂના ઘડીયા, તા. બાલાસિનોર) બળદોને ભૂરાભાઈ મુલતાની (રહે. બાલાસિનોર)ના કહેવાથી અંગાડીમાં રહેતા યુનુસભાઈ ભઠીયારાને આપવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. આમ સેવાલિયા પોલીસે કતલ કરવાના ઈરાદે લઈ જવાના મૂંગા પશુઓને બચાવી લીધા હતા. સેવાલિયા પોલીસે બળદોને ગૌૈશાળામાં મોકલી આપ્યા હતા જ્યારે પીક્અપ ડાલુ કબજે કરી ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

(5:39 pm IST)