Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ભિલોડા તાલુકામાં હિંસક પ્રાણીનો આતંક: પશુનું મારણ થતા લોકોમાં ભયની લાગણી

ભિલોડા: તાલુકાના વસાઈ(ભેટાલી) પંથકમાં આવેલા જલારામકંપા ગામની સીમમાં ત્રાટકેલા દીપડાએ ઘર આંગણે બાંધેલી પશુને જંગલમાં ખેંચી લઈ જઈ ફાડી નાખતાં પશુ પાલકોમાં ભય પ્રસર્યો હતો.જયારે પંથકના ગાઢ ડુંગરાળ વિસ્તારમાંં વારંવાર દેખાતાં હિંસક પ્રાણીને જબ્બે કરવા વન વિભાગ દ્વારા સત્વરે પાંજરૃ મૂકાય તેવી માંગ કરાઈ છે.

રાજય સરકાર વર્ષે દહાડે વનના વિસ્તરણ અને જાળવણી માટે કરોડો રૃપિયા ખર્ચે છે.પરંતુ જેના માથે જંગલની રખેવાળી નંખાઈ છે તેવા વન વિભાગની આંખ આડા કાનની નીતી વચ્ચે ઘટતા જતાં જંગલોને લઈ હવે વનમાં વિચરણ કરતા હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ઉતરી આવી પશુઓનું મારણ કરી રહયા છે

 

(5:36 pm IST)