Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સુરતમાં કારખાનેદારે દેવું ચૂકવવા માટે કારખાનામાં દારૂનું વેચાણ શરૂ કર્યું: પોલીસે દરોડા પાડી ધરપકડ કરી

સુરત: શહેરના ઉધના ભાઠેના ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી માં અગાઉ લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદારે આથક ભીંસમાં ફસાતા દમણથી દારૂ લાવી કારખાનામાં ખાલી કરી આજુબાજુમાં કામ કરતા ઉડીયા કારીગરોને વેચવાનું શરૂ કર્યું હતું. પીસીબીએ દરોડા પાડતા કારમાંથી ખાલી કરાતો દારુ ઝડપાઇ ગયો હતો

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝ મન્સૂરી ને મળેલી બાતમીના આધારે ટીમે આજે સવારે ઉધના ભાઠેના ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતા નંબર સી/૧૧૫ પાસે છાપો માર્યો હતો. ખાતાની સામે પાર્ક કરેલી ઇકો કાર (નં.જીજે ૧૫ એડી ૭૫૩૩૯) માંથી દારૂની બોટલો ઉતારી કારખાનામાં મૂકી રહેલા કારખાનેદાર રાજેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલ (..૪૯) (રહે. પ્લોટ નં.સી/ ૧૧૫ ,ભાઠેના સોસાયટી વિભાગ - , ઉધના, સુરત. મૂળ રહે. દાસજ ગામ, તા. પાટણ, જી. મહેસાણા) કારખાનામાં રહેતા બે ઉડીયા કારીગરો અર્જુન રવિન્દ્ર શાહુ તેમજ પીન્ટુ બિપ્રભાઇ સ્વાઇને ઝડપી લીધા હતા.

(5:33 pm IST)