Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

પંચકર્મ ચિકિત્‍સાના ચમત્‍કારિક પરિણામોનો જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા ગામડે ગામડે પ્રચાર

રાજકોટ, તા., ૮: જળક્રાંતી ગોક્રાંતી ગાય આધારીત કૃષીના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ રર વર્ષની ઉમરે જ ચરકસંહીતા ગ્રંથ વાંચ્‍યો. ૩પ વર્ષ આયુર્વેદનો નિરંતર અભ્‍યાસ કર્યો. જળરક્ષા ગૌરક્ષા કૃષિ માટે દર વર્ષે  ૩૦૦ થી પપ૦ ગ્રામોનો પ્રવાસ પ્રવચનો, ડ્રાઇવીંગ, ઉજાગરા, રાત -દિવસ રાષ્‍ટ્રના પ્રશ્નોનુ ચિંતન, ચિંતાથી વ્રજ જેવુ શરીર કોઇ જ રોગવગર માત્ર શારીરીક માનસીક કઠોર પરીશ્રમથી મૃત્‍યુનાઆરે પહોંચી ગયું. ત્‍યારે એક વર્ષમાં ત્રણ વખત પંચકર્મ ચિકીત્‍સાથી પાચનતંત્ર-શરીર પુનઃ બળવાન થતા અકાળમૃત્‍યુ અટકી ગયાનું મનસુખભાઇસુવાગીયાએ અનુભવ્‍યુ.

નિરંતર વધતા રોગો-અકાળમૃત્‍યુથી લોકોને બચાવવા ફલોટેક સબમર્શીબલ કંપનીમાં દેશમાં પ્રથમ વખત વિશિષ્‍ટ સવાદ સેમીનારનું આયોજન કરીને પ્રસિધ્‍ધ વૈદ પાંચાભાઇ દમાણીયા ઉના, મેહુલભાઇ આચાર્ય આર્ય સ઼ંસ્‍કૃતિ ગુરૂકુલ રાજકોટ અને અરૂણભાઇ ચાવડા તાલાલા સાથે સંવાદ સેમીનાર ગોઠવીને ર૦૦ આર્યુવેદ ડોકટરો સાથે ૩૦૦ પ્રબુધ લોકોને ૧ર વિષયોનું પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્‍યું. નૂતન પ્રયોગ એટલો રસપ્રદ રહ્યો કે તમામ લોકોએ આઠ કલાકનો વિક્રમ સમય એકાગ્રતાથી શ્રવણ કયું.

આ પ્રસંગે દેશી ગાયના ઘીમાંથી અર્જૂન ધૃત (હૃદયરોગ), શંખપુષ્‍પી ધૃત (યાદશકિત), શતાવરી ધૃત (સગર્ભા મહિલાને પોષણ), અશ્વગંધા ધૃત (વંધ્‍યત્‍વ નિવારણ), અસ્‍થિશ્રૃંખલા ધૃત (હાડકાં-સાંધા) અને આયુર્વેદ સિધ્‍ધાંત મુજબના ૩ર મસાલાના સુવાવડના લાડુ બનાવીને આયુર્વેદ ડોકટરો, ગૌશાળા, સંચાલકોને તાલીમ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું યુ-ટયુબ દ્વારા જીવંત પ્રસારણ કરીને દેશ-વિદેશમાં લોકોને આયુર્વેદ માર્ગદર્શન આપ્‍યું હતું.

આ સેમિનારમાં ગુજરાતના પ્રબુધ્‍ધ નાગરિક અરવિંદભાઇ સંઘવી કૈસરે હિન્‍દ મીલ-અમદાવાદ, ડો. મનોજકુમાર શર્મા પૂર્વ ડાયરેકટર - દિલ્‍હીએ માર્ગદર્શન આપ્‍યું હતું. જળક્રાંતિ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ-કનુભાઇ કરકરે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

(3:20 pm IST)