Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

ગૃહમંત્રી જેમાં રાજકોટ આવ્‍યા એ વંદેભારત ટ્રેન પર પથ્‍થરનો ઘા થયોઃ કાચમાં નુકસાન

અમદાવાદથી જામનગર ટ્રેન આવી રહી હતી ત્‍યારે રાતે બનાવ : રાજકોટ રેલ્‍વે પોલીસ કે વાંકાનેર તાલુકા પોલીસમાં કોઇ નોંધ નથી

રાજકોટ તા. ૮: ગત રાતે અમદાવાદથી જામનગર જઇ રહેલી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેન પર બિલેશ્વર નજીક પથ્‍થરનો ઘા આવતાં કાચ ફુટી ગયો હતો. આ પથ્‍થર કોઇએ જાણી જોઇને ફેંક્‍યો કે અકસ્‍માતે ઉડીને આવ્‍યો કે પછી કોઇ છોકરાઓએ રમતાં રમતાં ફેંક્‍યો? તે અંગે કોઇ વિગતો બહાર આવી નથી. રેલ્‍વે પોલીસ કે વાંકાનેર તાલુકા પોલીસમાં આ મામલે કોઇ નોંધ નથી. આરપીએફ દ્વારા તપાસ કરવામાં આવ્‍યાની શક્‍યતા છે.

જાણવા મળ્‍યા મમુજબ અમદાવાદથી જામનગર આવી રહેલી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેન ગત રાતે બિલેશ્વર અને લાખાજીરાજ સ્‍ટેશન વચ્‍ચે પહોંચી ત્‍યારે આ ટ્રેનના ડબ્‍બા નંબર સી-૪  ઉપર કોઇએ બે પથ્‍થર મારતા બારીનો કાચ તૂટી ગયો હતો. આ બનાવમાં કોઈને ઇજા થઇ નથી. આ ટ્રેનમાં  રાજ્‍યના ગળહમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્‍યા હતાં. આ બનાવને પગલે સંબંધીત તંત્રમાં દોડધામ થઇ પડી હતી. જો કે રાજકોટ રેલ્‍વે પોલીસમાં કે વાંકાનેર તાલુકા પોલીસમાં આ બનાવની કોઇ નોંધ નહિ હોવાનું જણાવાયું હતું. આરપીએફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.

(4:52 pm IST)