Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ ઓમીક્રોનને લઈને નવો વોર્ડ શરૂ કરાયો

હોસ્પિટલના 5માં માળે ઓમિક્રૉન તથા કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની એન્ટ્રી બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે. તેમજ કોરોના ટેસ્ટિંગ અને એરપોર્ટ પર જોખમી દેશોમાંથી આવનારા લોકોના ફરજીયાત આરટીપીસીઆર ટેસ્ટની શરૂઆત કરી છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધારાના ઓમીક્રોન વોર્ડની પણ શરૂઆત કરી છે.

 હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનને લઈ નવો વોર્ડ શરૂ કરાયો છે. જેમાં હોસ્પિટલના 5માં માળે ઓમિક્રૉન તથા કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. હાલ કુવૈતથી આવેલા મુસાફરો વોર્ડમાં દાખલ છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને દાખલ કરાયા છે અને ઓમિક્રોન માટે સેમ્પલ મોકલાયા છે.

(11:35 pm IST)