Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજપીપળા કાળીયાભુત પાસેના વાસુ હેરીટેજ ના બંધ મકાનમાંથી રૂ.5.71 લાખના રોકડ અને દાગીનાની ચોરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળામાં શિયાળાનો લાભ લઇ તસ્કરો હવે ચોરીને અંજામ આપતા હોય એમ કાળીયા ભૂતમામાંના મંદિર પાસે આવેલા વાસુ હેરિટેજમાંથી લાખોના દાગીના અને રોકડની ચોરી થતા મહિલા એ પોલીસ ફરીયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા મામલતદાર કચેરી પાસે આવેલી પ્રોહીબીસન ઓફિસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી કલ્પનાબેન રમણભાઈ તડવીની(રહે. કાળીયાભુત પાસે વાસુ હેરીટેજ સી બ્લોક બીજો માળ રૂમ નંબર ૨૦૪ )એ આપેલી ફરિયાદ મુજબ તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમા મુકેલ સોના- ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ્લે કિ.રૂ. ૫.૭૧,૯૫૦ની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:00 pm IST)