Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જીતપુરા ચોકડી પાસે ફોર વ્હીલ ગાડીએ મોટરસાયકલને અડફેટમાં લેતા 1નું મોત: 1ને ઇજા કરતા ગુનો દાખલ


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતપુરા ચોકડી પાસે પુરપાટ આવતી ફોર વ્હીલ ગાડીના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા બાઈક પર જતા એકનું મોત થયું હતું જ્યારે પાછળ બેઠેલા એકને ઇજાઓ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.7 ડિસેમ્બરના દિવસે સવારે 10 વાગે બનેલી ઘટનામાં એક ફોર-વ્હીલ ગાડી નંબર GJ-01-HU-4041 ના ચાલકે તેના કબ્જાની ફોર-વ્હીલ ગાડી રાજપીપલા હાઈવે રોડ પર જીતપુરા ચોકડી પાસે શ્રદ્ધા સબુરી હોટલની સામે પુરઝડપે હંકારી લાવી અશોક ભાઈ જાલમસિંગ વળવી(રહે. રામપુર તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની સ્પ્લેન્ડર મો.સા. નંબર GJ-19- AC-0638 ને અડફેટમાં લઈ એક્સીડંટ કરી મો.સા ચાલક અશોકભાઈ જલાભાઈ વલવીનું સારવાર દરમ્યાન મોત નિપજાવી તથા મો.સા પાછળ બેઠેલા વિકાસભાઈ શાંતિલાલ પાડવીને નાની-મોટી ઈજાઓ પહોંચાડી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:55 pm IST)