Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બાયડ તાલુકાના ભુડાસણ નજીક તબેલામાં એકાએક આગ ભભુકતા બાંધેલા બળદ ભડથું થયા

બાયડ:તાલુકા ખાતે આવેલા ભુડાસણ ગામે એકાએક આગ લાગતા તબેલામાં બાંધેલા બળદ ભડથું થઈ ગયો હતો. આ ઉપરાંત ઘાસચારો, પીવીસી પાઇસ સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

પોપટભાઈ હરગોવિંદભાઈ પટેલ માહિતી અનુસાર રાત્રીના ૧૧-૩૦ વાગ્યાના સુમારે કોઈ શખ્સેે આગ લગાડી હોવાથી આગ વધારે લાગી જવાથી બળદનું સ્થળ ઉપર એકા એક ભડથું થઇ ગયો હતો. આગ વધારી પ્રસરી હોવાથી આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રાત્રીના સમયગાળા દરમિયાન ભુડાસણ ગામની સીમમાં પોપટભાઈના ખેતરમાં આવેલા તબેલામાં રાત્રીના સમય ગાળા દરમિયાન તબેલામાં એક બળદ બાંધેલો હતો તે બળદ રાત્રીના સમય ગાળા દરમિયાન કોઈ શખ્સ મગફળીના ઘાસચારાને એકાએક સળગાવતા જતા સ્થળ ઉપર બાંધેલો બળદ આગમાં ભડથું થઈ ગયો હતો. આગ વધારી પસરી હોવાના કારણે આગ વધારે પસરી જોવા મળી હતી. ખેતરમાં મગફળીના ઘાસચારો, ઝારના પુરા ૫૦૦ , પી.વી.સી પાઈપ વગેરે વસ્તુનો આગ ભભુકી ઉઠી હતી.

(5:22 pm IST)