Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઇડરમાં સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર માર્બલના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ઈડર: તાલુકામાં સોમવારે રાત્રે લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર મયુર માર્બલના સંચાલક સામે ફરિયાદ નોંધાતાં, સરકારી કે માલિકીની જમીન પર અનઅધિકૃત કબજો કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઈડરના બારેલા તળાવ સામે મયુર માર્બલ નામની પેઢીના સંચાલક હરિશકુમાર ભંવરલાલ કુમાવતે ઈડર સીમના સર્વે નંબર ૨૬/અ/૧ પૈકીની ૫૦ ઠ ૩૦ ચો.મી. ખરાબાની વાંધાવાળી જમીનમાં ગેરકાયદેસર પુરાણ કર્યું હતું અને આ જમીન પર પાકુ બાંધકામ કરી લોખંડનો રોડ બનાવી દઈ દબાણ કર્યું હતું.

હરિશ કુમાવત દ્વારા દબાણવાળી જગ્યા નિયમબદ્ધ કરવા માગણી કરાઈ હતી. જો કે સરકારે તેઓની માગણી નામંજૂર કરી હોવા છતાં જમીન પર ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો કર્યો હતો. ઉપરાંત આ જમીન પર બિલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો કરી ઉપર મેળવી આર્થિક લાભ લીધો હતો.

(5:20 pm IST)