Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં 'રાઉન્ડ ધ ટેબલ ટોક' પસંદગી મેળોઃ દ્રષ્ટી અને પલક સેજપાલનું રઘુવંશી એવોર્ડથી સન્માન

(કેતનખત્રી) અમદાવાદઃ લોહાણા ઇન્ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઇ કેન્દ્ર દ્વારા આયોજીત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ઉમેદવાર માટે જીવનસાથી પસંદગી સંમેલન અમદાવાદ ખાતે યોજાઇ ગયું. જેમાં  ઓલ ઇન્ડિયામાં સી.એ.ની પરીક્ષામાં ૨૧મો ટેન્ક પ્રાપ્ત કરવાનું કુ. દ્રષ્ટી નિલેશભાઇ સેજપાલ (રાજકોટ) તથા કુ. પલક નીલેશભાઇ સેજપાલ (રાજકોટ)નું રઘુવંશી ગૌરવ એવોર્ડ લક્ષ્મણ એવોર્ડ આપીને સન્માનીત કર્યા હતા. શ્રીમતી સુધાબેન સુનીલભાઇ ગોકાણીને શ્રેષ્ઠ વૈશ્વિક સહાયકનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વધુ વિગત માટે મો.૯૪૮૪૮ ૬૧૦૨૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:57 pm IST)