Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ધોલેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડલ કારોબારી બેઠક યોજાઇ

અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો, પદાધીકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ભાજપ મંડલની કારોબારી બેઠકનું આયોજન ધોલેરા ચાંદની ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી  નવદીપભાઈ ડોડીયા, જિલ્લા ઉપપ્રમુખ સહદેવસિંહ ચુડાસમા, ધંધુકા વિધાનસભા ઈન્ચાર્જ  કાળુભાઈ ડાભી, ધોલેરા મંડલ પ્રભારી  માધવીબેન દિક્ષિત, ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ, ધોલેરા ભાજપ મંડલ પ્રમુખ  સાગરભાઈ સોલંકી, મહામંત્રી  પધ્યુમનસિંહ ( પદુભા ) ચુડાસમા, જિલ્લા પંચાયત દંડક  દિગ્ગપાલસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રતિનિધિ  અનિલસર વેગડ, APMC ડીરેકટર  બકુલસિંહ ચુડાસમા અને પ્રતાપસિંહ ચુડાસમા, મંડલ આગેવાન  છોટુભાઈ રાઘાણી, મંડલ મહામંત્રી  નિતેશભાઈ પરમાર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન  નરેન્દ્રભાઈ ચાવડા, યુવા મોર્ચા પ્રમુખ  નિલરાજસિંહ ચુડાસમા, જિલ્લા યુવા મોર્ચા કારોબારી સદસ્ય  મૌલિકસિંહ ચુડાસમા, મંડલ ઉપપ્રમુખ  મૌબતસંગભાઈ નકુમ અને  મનહરભાઈ ખસિયા, મંડલ આગેવાન  મનુભા વણાર , જીલ્લા કિસાન મોર્ચા કારોબારી સદસ્ય  હેમંતસંગભાઈ જાદવ, યુવા મોર્ચા ઉપપ્રમુખ  ધમેન્દ્રસિંહ ચુડાસમા, કિસાન મોર્ચા કારોબારી સદસ્ય સુરેશભાઈ પુનાણી, બક્ષીપંચ મોર્ચા પ્રમુખ  ઠાકરશીભાઈ ભરભિડીયા, અનુક્ષુચિત મોર્ચા પ્રમુખ  પ્રકાશભાઈ દુલેરા, તાલુકા પંચાયત સદસ્ય અને પ્રતિનિધિ  રાજેશભાઈ વસાણી, પ્રભાતસંગભાઈ ધરજીયા,  બાબુભાઈ ચૌહાણ,  દાનાભાઈ બારૈયા,  બુધાભાઈ સાંકળીયા,  ધંધુકા વિધાનસભા આઈ. ટી. સહ ઈન્ચાર્જ  પરેશભાઈ હપાણી, મંડલ આઈ. ટી. કારોબારી સદસ્ય  સંમપતભાઈ ભરભિડીયા ,હોદ્દેદાર, કાર્યકર્તાઓ , પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી - ધોલેરા)

(2:12 pm IST)