Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુરતમાં જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત : આજથી ઈમરજન્સી સેવા પણ બંધ કરવાનો નિર્ણય

સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા બંધ કરાઈ :સિવિલ હોસ્પિટલમાં સાંજે પાંચ વાગ્યા બાદ ઈમરજન્સી સેવા બંધ કરાશે: ડોક્ટરની હડતાળના પગલે દર્દીઓ પરેશાન

સુરતમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત છે. તબીબોએ આજથી ઈમરજન્સી સેવા પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વહેલી સવારથી સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા બંધ કરાઈ છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં સાંજે પાંચ વાગ્યા બાદ ઈમરજન્સી સેવા બંધ કરાશે. બીજી તરફ ડોક્ટરની હડતાળના પગલે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

(1:33 pm IST)