Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં જૂનિયર રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ બીજા દિવસે પણ યથાવત

હોસ્પિટલમાં ઓપીડી, ઇમરજન્સી અને કોવિડ સેવાનો બહિષ્કાર:મોટી સંખ્યામાં એકઠાં થયેલા ડોક્ટરોએ બેનર દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

અમદાવાદ : રાજયમાં હાલ જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને બીજો દિવસ થયો છે. જોકે, રાજયમાં તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે. રાજયના મોટા શહેરમાં તબીબોએ બીજા દિવસે પણ પોતાની માગણીઓને લઇને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા.

અમદાવાદમાં જૂનિયર રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ બીજા દિવસે પણ યથાવત છે. પડતર પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ ન આવતા હોસ્પિટલમાં ઓપીડી, ઇમરજન્સી અને કોવિડ સેવાનો બહિષ્કાર કર્યો છે. મોટી સંખ્યામાં એકઠાં થયેલા ડોક્ટરોએ બેનર દર્શાવી ઉગ્રસૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ ડોક્ટરોની હડતાળના પગલે દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે

(1:27 pm IST)