Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું : ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસોમાં સતત વધારો

ઝાડા- ઉલટીના 25, કમળાના 53, ડેન્ગ્યુના 44 કેસ ચિકન ગુનિયાના 32, ટાઈફોઈડના 68 કેસ નોંધાયા

અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને દિન પ્રતિદિન ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 21 કેસની સરખામણીએ ચાલુ વર્ષે તા. 4 ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કેસ બમણા વધીને 44 થયા છે. જ્યારે કમળાના કેસ ગત ડિસેમ્બરમાં 21ની તુલનાએ ચાલુ વર્ષે તા. 4 ડિસેમ્બર સુધીમાં વધીને 53 થયા છે. તા. 4 ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 44, ચિકનગુનિયાના 32 અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 25, કમળાના 53 ટાઈફોઈડના 68 કેસ નોંધાયા છે.

(12:23 pm IST)