Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજપીપળા એસટી ડેપોમાંથી વધુ એક રૂપિયા ભરેલું પાકીટ ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોમાં ઘણા મહિનાઓથી ચોરી કરતી ગેંગ સક્રિય બની છે જેમાં વધુ પડતી મહિલાઓને શિકાર બનાવતી હોય છે પરંતુ હાલ રાજપીપળા પો.સ્ટે.માં વધુ એક વ્યક્તિ આ ગેંગનો શિકાર બન્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર જીતનગર રહેતા સંજયભાઈ વિઠ્ઠલભાઈ પરમારની ફરીયાદ મુજબ  તા-૨૦/૧૧/ ૨૦૨૧ ના રોજ તેઓ પોતાના કામ અર્થે રાજપીપલા બસ સ્ટેન્ડ પર ગયેલ ત્યારે તેમના ખીસ્સામા રાખેલ પાકેટમા રોકડ રૂ.૧૭૦૦ તેમજ પાકેટમા જરૂરી ડોક્યુમેન્ટ જેમા ચુંટણીકાર્ડ,આધારકાર્ડ,પાનકાર્ડ વિગેરે હતા જે પાકીટ કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઈ જતા આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:12 pm IST)