Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જ્યમાં 1267 ગ્રામ પંચાયત બિનહરીફ થઇ : મોરબીની 91 અને ભાવનગરની 76, પોરબંદરની 31, કચ્છની 74, મહેસાણામાં 45, રાજકોટમાં 130 ગ્રામ પંચાયત સમરસ

અમદાવાદ : રાજયમાં 19 ડિસેમ્બરે ગ્રામ પચાયતની ચુંટણી યોજાવનારી છે, ત્યારે 10 હજારથી વધુ  ગ્રામ પંચાયતમાં 1267 જેટલી ગ્રામ પંચાયત સમરસ જોવા મળી મળી છે અને આજે ગ્રામ પચાયતની ચુંટણીનો ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જો કે પ્રત્યક્ષ રીતે કોઈ રાજકીય પક્ષો ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા નથી, પરંતુ આમ જોઈએ તો પરોક્ષ રીતે ચૂંટણી લડનારા કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય છે, અને જેને લઇને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામતો હોય છે. ગામમાં ચૂંટણી વિકાસની સાથે ડખા લઈને પણ આવે છે તેવા કેટલાય ઉદાહરણ આપણી સામે છે. ત્યારે રાજ્યની 1 હજાર 267 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેમાં જિલ્લા પ્રમાણે મોરબીની 91 અને ભાવનગરની 76, પોરબંદરની 31, કચ્છની 74, મહેસાણામાં 45, રાજકોટમાં 130 ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાદ રાજ્યમાં વધુને વધુ ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા માટે મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી હતી. જે બાદ સરકાર અને જે તે ગ્રામજનોના પ્રયાસ બાદ રાજ્યમાં 10 હજાર 118 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવાની હતી જેમાંથી 1267 ગામ સમરસ થઇ છે

(9:50 pm IST)