Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

સવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાને ઘેરાવનો કાર્યક્રમ : વિવિધ મુદ્દાઓ પર ગૃહ ગજાવશે

પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દે સરકાર પર તડાપીટ બોલાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે વિવિધ મુદ્દે સરકારને ઘેરશે  કોંગ્રેસ દ્વારા સવારે 9 વાગે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રખાયો છે આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી છે.

  રવિવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં વિધાનસભામાં ઉગ્ર રજુઆતો કરવાનો નિર્ણય લેવાયો હતો

 . બિન સચિવાલય પરિક્ષામાં ગેરરીતિથી માંડીને અન્ય પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દાઓ પર વિધાનસભા ગજવવાની કોંગ્રેસે તૈયારી કરી છે.

(11:35 pm IST)
  • યુપીમાં અનોખા લગ્નવિચ્છેદ : મુખ્યમંત્રી વિવાહ યોજનામાં થયા હતા નિકાહ : વિદાય માટે ધામધૂમપૂર્વ જાન લાવવા મામલે કન્યાપક્ષ ઉશ્કેરાયો : બંને પક્ષ વચ્ચે મારામારી : કન્યાપક્ષે લગ્ન તોડી નાખ્યા : ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની ઘટના : કન્યાપક્ષે વિદાય માટે ધામધૂમથી જાન લઇ આવવા કર્યો આગ્રહ : વરપક્ષે કહ્યું કે એકવાર મુખ્યમંત્રી વિવાહ યોજનામાં લગ્ન થઇ ગયા હવે વિદાય માટે બીજીવાર ધામધૂમપૂર્વક જાન લઈને કેમ આવીએ : બંને પક્ષે સહમતી નહીં બનતા લગ્ન તોડી નાખ્યા access_time 12:42 am IST

  • બેંગલુરુમાં ડુંગળીનો ભાવ વધીને એક કિલોના 200 રૂપિયા થઈ ગયો છે access_time 10:03 pm IST

  • કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસનો મામલો: ઝડપાયેલ ૧૨મો આરોપી નિખિલ થોરાટ ગળપાદર જેલ હવાલે access_time 10:57 pm IST