Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દેશમાં ૧૦૦ હુનર કેન્દ્ર માટે લીલીઝંડી અપાઈ છે : મુખ્તાર અબ્બાસ નકવી

સાબરમતિ રિવરફ્રન્ટ પર હુનર હાટનું ઉદઘાટન : યુપી, કેરળ સહિતના રાજ્યોમાં હુનર કેન્દ્રો પર કામ શરૂ થયું છે : ઘણા રાજ્યો ખુબ ઉત્સુક બન્યા છે : કેન્દ્રિય મંત્રી

અમદાવાદ, તા. ૮ : કેન્દ્રિય લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું હતું કે, કેટલાક રાજ્યોએ હુનર કેન્દ્ર અથવા તો કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર કામગીરી શરૂ કરી દીધી છે. જ્યાં સિલ્પ કાર, હસ્થ સિલ્પ કાર અને અન્ય નિષ્ણાંતોને આધુનિક જરૂરિયાતની દ્રષ્ટિથી ટ્રેનિંગ આપવામાં આવશે. આ લોકોને પોતાની પ્રોડક્ટ માટે પ્રદર્શન કરવા અને વેચવા માટે જગ્યા આપવામાં આવશે. નકવી અમદાવાદમાં હુનર હાટનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા. આ હાટ ભારતના મુખ્ય શિલ્પકારોની દેશી પારંપરિક વારસાને પ્રોત્સાહન આપવા માટે છે. સાબરમતિ રિવરફ્રન્ટ પર આયોજિત કાર્યક્રમમાં નકવી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય શિલ્પકારોના પારંપરિક વારસાને જારવી રાખવાનો હેતુ આમા રહેલો છે. તેમણે કહ્યું હતું કે, અમે ખુશ છીએ કે કેટલીક રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની સાથે આગળ વધવા માટે ઈચ્છુક છે. તેમણે કહ્યું હતું કે અમને શ્રેણીબદ્ધ પ્રસ્તાવો મળ્યા છે.

             જરૂરી ફંડ ઉપલબ્ધ કરવવામાં આવશે. અમે દરેક રાજ્યોમાં હુનર કેન્દ્ર સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોટા રાજ્યોમાં એક કરતા પણ વધારે આવા કેન્દ્ર સ્થાપિત કરવાની સરકારની યોજના રહેલી છે. લઘુમતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ૧૦૦થી વધારે હુનર કેન્દ્રો માટે મંજુરી આપી દેવામાં આવી છે. અમદાવાદ બાદ મુંબઈ, લખનૌ, હૈદરાબાદ, ચંદીગઢ, ઈન્દોર તેમજ અન્ય શહેરોમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યો છે. હુનર કેન્દ્ર માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. નકવીના નિવેદનને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આજના કાર્યક્રમોમાં નકવીની સાથે અન્ય વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નકવીએ હુનર કેન્દ્ર સંદર્ભમાં વિસ્તુત માહિતી આપી હતી.

(9:33 pm IST)