Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

થરાદ જુના આરટીઓ સર્કલ પાસે ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ખેડૂતને ઇજા

ઘવાયેલા ખેડૂતને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયો

થરાદ : થરાદ-સાંચોર હાઇવે ઉપર જુના આરટીઓ નજીક એક ખેડૂત ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં ખેડુતનું ટ્રેક્ટર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી મારતા ટેકટર ઉપર બેસેલ ખેડૂતને માથા ઉપર તેમજ શરીરના અન્ય ભાગમાં ઇજાઓ થઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ ૧૦૮ને જાણ કરતા ઘવાયેલા ખેડૂતને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા.

(9:16 pm IST)