Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

રાજ્યમાં રેશનીંગના અનાજનું બરોબર વેચાણ કરવાનું ડીઝીટલ કૌભાંડનો પર્દાફાશ : ત્રણ આરોપીની ધરપકડ

રાજ્યની 40 જેટલી રેશનિંગની દુકાનોમાંથી ડેટા મેળવીને કૌભાન્ડ આચર્યું

અમદાવાદ :રાજ્યમાં રેશનીંગના અનાજનું બરોબર વેચાણનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે રેશનિંગમાં મળતા અનાજના ડિજિટલ કૌભાંડનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી છે

 સાયબર ક્રાઇમે એક એવી ગેંગ ઝડપી છે જે લોકોનો ડેટા મેળવી તેમના નામે સરકારી અનાજનું વેચાણ કરવાનુ કૌંભાડ ચલાવતા હતા. સાયબર ક્રાઇમે ભરત ચૌધરી , ધવલ પટેલ અને દુષ્યંત પરમાર નામના ત્રણ આરોપી ઝડપ્યા છે. ત્રણે આરોપી ભેગા મળી ગુજરાતની 40 જેટલી દુકાન પાસેથી રેશનિંગ ધારકોના બાયોમેટ્રિક અને આધાર કાર્ડનો ડેટા મેળવતા હતા. ડેટા મળ્યા બાદ ટેક્નોલોજી ની મદદથી રબર પ્રિન્ટ બનાવતા અને રેશનિંગ ધારકોનુ અનાજ બારોબાર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી છે.
  મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલ 3 આરોપીમાંથી ભરત ચૌધરી આ ષડયંત્રનો માસ્ટર માઈન્ડ છે. તે અગાઉ રેશનિંગના ખોટા બિલ બનાવી અનાજનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા આઠ મહિનાથી બનાવટી રબર પ્રિન્ટના આધારે અનાજનું કૌભાંડ કરવા લાગ્યો હતો. ભરત ચૌધરી એક રબર પ્રિન્ટ 15 રૂપિયામાં તૈયાર કરી દુકાનદારોને 300 થી 700 રૂપિયામાં વેચાણ કરતો હતો. ભરત મોટાભાગે ભુજ, ભચાઉ, ભાભર, જુનાગઢ સહિતના અંતરિયાળ જીલ્લાઓના રેશનિંગ ધારકો નો ડેટા મેળવી કૌભાંડ આચરતો હતો. કૌભાંડ આચરવા માટે બનાવટી ચિપ્સ કેવી રીતે બનાવવી તેની માહિતી youtube પરથી મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

(8:46 pm IST)