Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

‘વર્લ્ડ એવિએશન ડે’ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના અધિકારીઓને એવિએશન સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા

અમદાવાદ : આજે ‘વર્લ્ડ એવિએશન ડે’ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફાસ્ટ્રક્ચર કો. લિમિટેડના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના કુલ ૫ અધિકારીઓને એવિએશન ડિપાર્ટમેન્ટમાં ઉમદા કામગીરી કરવા બદલ ‘બેસ્ટ એવિએશન સર્ટિફિકેટ’ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કેપ્ટન અજય ચૌહાણ, ચીફ સિક્યોરિટી ઓફિસર દીપલ શાહ, ઓપરેશન આસિસ્ટન્ટ  સારીન મન્સૂરી, એરલાઇન એરકાર્ગોના સિનિયર મેનેજર અભિષેક પંચાલ, લેન્ડ એવિએશન સમીર બુંદેલાને મુખ્યમંત્રીના હસ્તે એવિએશન સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ પદાધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

(5:19 pm IST)