Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ભરશિયાળે પાણી માટે સરહદી વિસ્તારમાં હાલાકી : ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસમાં ધામા નાખ્યા

100 જેટલા ખેડૂતોએ શનિવાર રાતથી નર્મદા નિગમ કચેરીએ અનશન કર્યુ.

બનાસકાંઠાના સરહદી પંથકમાં ભરશિયાળે ખેડૂતોએ પાણી માટે હાલાકી વેઠવી પડી છે. સરહદી પંથકમાં કમોસમી વરસાદથી ખરીફ પાકનો તો ખો વળી ગયો છે. પરંતુ ખેડૂતો હવે શિયાળુ પાકને લઈને સિંચાઈ માટે પાણી મુદ્દે અનશન કર્યુ છે.

 રાજ્યના સરહદી વિસ્તાર બનાસકાંઠા વાવના આ ખેડૂતો ભર શિયાળે પાણી માટે કડકડતી ઠંડીમાં અનશન માટે મજબૂર છે. રવિપાકને અક માસ જેટલો સમય વિતવા છતાં પાણી મળતા વાવના ટડાવ અને ચોથા નેસડા ખેડૂતો 100 જેટલા ખેડૂતોએ શનિવાર રાતથી નર્મદા નિગમ કચેરીએ અનશન કર્યુ.

ખેડૂતોનો આક્ષેપ છે કે, નર્મદા નિગમના અધિકારીઓની અણઆવડતથી ખેડૂતો પાણી મેળવી શકતા નથી. ખેતરમાં કેનાલથી પાણી પહોંચે તે માટે ખેડૂતો અગાઉ પણ ધરમના ધક્કા ખાઈ ચુક્યા છે. પણ હવે અનશન પર બેઠા છે.ત્યારે ટડાવ ગામના ખેડૂતની તબિયત લથડતા 108 બોલાવવામાં આવી હતી. 108 ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક સારવાર લીધી. પંરતુ પાણી ન મળે તો નહી ઉઠીએ તેવો નિર્ણય અડગ રાખ્યો.

(5:19 pm IST)