Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

વિરમગામના વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વિરમગામ શહેરમાં સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માધામનુ ભવ્ય નિર્માણ કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માએ કરેલા નિર્માણ ને બેજોડ માનવામાં આવે છે અને વિવિધ ઓજારોના નિર્માતા પણ ભગવાન શ્રી વિશ્વકર્મા ને માનવામાં આવે છે. શિલ્પ અને વાસ્તુશાસ્ત્ર તેમજ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા  દેવતા વિશ્વકર્માને માનવામાં આવે છે.

  અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા શહેરના કસ્ટમની ચાલી ગોળપીઠા પાસે છેલ્લા 15 મહિનાથી સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા ભગવાન ભવ્ય મંદિરનુ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. જેમા  3/12/2019 થી 8/12/2019 સુધી વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને શ્રી વિશ્વકર્મા ભગવાનની દિવ્ય મૂર્તિ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં  વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

 શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મુખ્ય આચાર્ય શ્રી વિશ્વકર્મા કથાના પ્રવક્તા પુ, જયંતિભાઇ શાસ્ત્રીજી દ્વારા યોજાઇ. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા સમગ્ર ગુજરાતભરમાંથી શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ લોકો સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા બે વર્ષથી ભવ્ય મંદિર  નિર્માણ કાર્યોમા વિરમગામ સહિત સમગ્ર ગુજરાતમાથી ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા આર્થીક સહયોગ મળ્યો હતો. શ્રી વિશ્વકર્મા ધામ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસીકભાઇ જાદવાણી, ઉપપ્રમુખ અરવિંદભાઇ મિસ્ત્રી, જીતેન્દ્રભાઇ ગજ્જર, સંજયભાઈ ગજ્જર, પ્રવિણભાઇ વડગામા, પ્રાણજીવનભાઇ ગજ્જર સહિત યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાંઆવી હતી. વિરમગામના વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા પુરાણ અને  ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(5:01 pm IST)