Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

વિરમગામ ધોળકા સુરેન્દ્રનગરના યુવાનોએ સમેતશિખરજી જૈનતીર્થ ખાતે ૨૪ જિનાલયોને શુદ્ધિકરણ કર્યુ

જીનાલયોની ૧૦ મી સાલગીરા નીમીતે શુધ્ધિકરણ, અઢાર અભીષેક, ધજારોહણ સહીતના ભક્તિસભર કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: ધોળકા કલીકુડ તીર્થોદ્ધારક પરમ પૂ.આચાર્ય રાજેન્દ્રસુરી.મ.સા ના શિષ્ય રત્ન ગચ્છાધિપતી રાજશેખરસુરી.મ.સા ના આશીર્વાદ અને શુભ પ્રરેણા પૂ.આચાર્ય હેમવલ્ભસુરી.મહારાજ સાહેબ ની તેમજ જીવ દયા પ્રેમી શાસન રત્ન કુમારપાળ વિ.શાહ અને કલ્પેશભાઈ વિ. શાહની પ્રેરણા થી અને માર્ગદર્શન  મુજબ જૈન પ્રવીત્ર તીર્થધામ (ઝારખંડ) ખાતે મુળનાયક પાર્શ્વનાથ ભગવાન આદી ૨૪ તીર્થંકરો ના ભવ્ય થી ભવ્ય સંગેમરમર બનાવેલ ૨૪ જીનાલયો ની ૧૦ મી સાલગીરા નીમીતે શુધ્ધિકરણ, અઢાર અભીષેક, ધજારોહણ સહીતના ભક્તિસભર કાર્યક્રમો પૂ.આચાર્ય રાજપરમસુરી મહારાજ સાહેબ ની (પંડીત મ.સા) શુભ નીશ્નામા યોજાયો હતો

 આ ભક્તિ સભર કાર્યક્રમમાં વિરમગામ, સુરેન્દ્રનગર, ધોળકાના યુવાનો તન મન ધન થી જોડાયા હતા. આ ધાર્મીક કાર્યમા પ્રિયાક શાહ, રીખવ શાહ, હિતેશ પરમાર, પિનલ ગાધી, કૌશિક ગાંધી, મનીષ શાહ, અમીત શાહ સહીતના યુવાનો જોડાયા હતા. સમેતશિખર તીર્થધામના રાજેન્દ્રઘામના વિરચંદ ગાંઘી, મહેન્દ્ર શાહ, સુબોધ શાહ, નરેન્દ્ર કોઠારી, રાજુભાઇ શાહ, ઘેવરચંદ ઘોડા, દિનેશભાઇ બોથડા વાળા ૭૦ યુવાનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(4:58 pm IST)