Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

અમદાવાદમાં તંત્ર, મંત્રના નામે બે બહેનને ફસાવી તાંત્રિકે દુષ્કર્મ આચરી નાણા પણ પડાવ્યા

અમદાવાદઃ તંત્ર મંત્રના નામે  બે બહેનને ફસાવી કહેવાતા તાંત્રીક દોલતરામ સુથારે દુષ્કર્મ આચરીને રૂ. પાંચ લાખ જેવી રકમ પડાવી લીધી હતી.

વાડજ વિસ્તારમાં રહેતી અને સુભાષબ્રીજ પાસેના ફલેટમા કામ કરતી ૩પ વર્ષની મહિલાને ઘાટલોડીયામા રહેતા  દોલતરામ સુથાર નામના શખ્સ સાથે ઓળખણ થઇ હતી  દોલતરામે તાંત્રીક હોવાનુ કહીને મહિલાને તમારા ઘરમા ઘણી બધી આત્માઓ રહે છે જો વિધિ નહી કરાવો તો સત્યનાશ થઇ જશે. તમારા માતા મરી જશે તેવી વાત કરી હતી.

તાંત્રિકની માયાજાળમાં ફસાયેલી મહિલાએ પ્રથમ તેના ઘરમા વિધિ કરાવી હતી. બાદમાં શાંત જગ્યાએ વિધિ કરાવવાનું કહીને મહિલાને રિવરફ્રન્ટ લઇ ગયો હતો. અને કાલુપુર ગેસ્ટહાઉસમાં લઇ ત્યાં તાંત્રિક વિધિનુ નાટક કર્યુ હતુ મેલી વસ્તુ પકડતાી નથી શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહીને મહિલા પર દુષ્કર્મ આચરી વીડીયો કલીપ ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપીને મહિલાની બહેનને પણ વાસનાનો શિકાર બનાવેલ અને રૂ. પાંચ લાખની રકમ પણ પડાવી લીધી હતી.

(1:52 pm IST)
  • દિલ્હી મેટ્રોમાં ફરીવાર વધુ એક કપલનો કિસિંગ વિડિઓ વાયરલ : દિલ્હી મેટ્રોમાં વખતો વખત આવા દ્રશ્યો સર્જાતા સોશ્યલ મીડિયામાં તરેહ તરેહની કોમેન્ટોની વણઝાર : કેટલાક યુઝર્સએ આવા કપલ માટે મેટ્રોમાં અલગથી કેબીન ફાળવવા પણ મુખ્યમંત્રીને અપીલ કરી નાખી access_time 12:41 am IST

  • વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપી સગીર વયની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરવા સબબ ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ થઈ છે access_time 10:05 pm IST

  • ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ સામે પાલનપુરમાં પ્લોટ પચાવી પાડવા ફરીયાદ : ગુજરાત - ભાજપના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ સામે પાલનપુરમાં પ્લોટ પચાવી પાડવા ફરીયાદ થયાનું બહાર આવેલ છે. આ પ્લોટ અંગે તેના માલીકે જાણ થતા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. access_time 3:47 pm IST