Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ધોરણ-૧૧ની વિદ્યાર્થીની દુર્ઘટનામાં ગંભીર ઘાયલ

ડ્રાઇવર સગીર હોવાની આશંકાથી ઉંડી તપાસ : માર્ગ અકસ્માતને લઇ ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ બોલેરો જીપમાં તોડફોડ કરી : પોલીસની સમગ્ર મામલે વધુ તપાસ

અમદાવાદ, તા.૭ : અમદાવાદ શહેરના વસ્ત્રાલના ન્યુ આરટીઓથી વિનાયક પાર્ક સુધીના માર્ગ પર વૈદેહી રેસિડન્સીના ગેટ સામે સાઈકલ પર સ્કૂલ જઈ રહેલી  ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીને એક બોલેરો જીપના ચાલકે પોતાનું વાહન ગફલતરભરી રીતે હંકારી અડફેડે લેતાં વિદ્યાર્થીનીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ગંભીર ઇજા પામેલા વિદ્યાર્થીનીને તાત્કાલિક શહેરની એલજી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી. જો કે, વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યુ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને લઇ ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ બોલેરો જીપમાં તોડફોડ કરી હતી. બીજીબાજુ, સ્થાનિકોના આક્ષેપ મુજબ, ડ્રાઇવર સગીર હોઇ બોલેરો તે જ ચલાવી રહ્યો હતો અને અકસ્માત બાદ તે ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. શહેરના વસ્ત્રાલના ન્યુ આરટીઓથી વિનાયક પાર્ક સુધીના માર્ગ પર વૈદેહી રેસિડન્સીના ગેટ સામે સાઈકલ પર સ્કૂલ જઈ રહેલી ધો.૧૧માં અભ્યાસ કરતી માનસી અગ્રવાલને બોલેરો કારના ચાલકે બેદરકારીપૂર્વક પોતાનું વાહન હંકારી તેને અડફેટે લીધી હતી. જેના કારણે માનસીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેણીને ગંભીર હાલતમાં પહેલા એલજી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

               ૧૬ વર્ષની માનસી અડફેટે લેનારી બોલેરો પાસીંગ વિનાની હોવાની વાત પણ સામે આવી રહી છે, જેને લઇ હવે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ બોલેરો કોઈ સગીર ચલાવી રહ્યો હતો અને તેને સ્થાનિકોએ ફટકારીને પોલીસને સોંપ્યો હતો, તેમજ બોલેરોમાં તોડફોડ પણ કરી હતી. સગીર ડ્રાઈવરની સાથે સાથે અન્ય બે લોકો પણ હતા. જેમાંથી એક કિશોર નાસી છૂટ્યો હતો. આ રસ્તા પર વાહનો ધીમે ચાલે તે માટે સ્થાનિકોએ પથ્થરો પણ મૂકી દીધા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(3:45 pm IST)