Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી ગુનો બનશે:સરકાર લાવશે ખાસ વિધેયક

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરિટીની રચના કરાશે

 

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને સત્તામંડળ જાહેર કરવા માટે ગુજરાત વિધાનસભાના સત્રમાં એક ખાસ વિધેયક રજૂ કરવામાં આવશે વિધેયકની જોગવાઈ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરિટીની રચના કરવામાં આવશે

 . વિધેયક મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી ગુનો બનશે. પ્રકારનો અપરાધ કરનાર જો પકડાઈ જશે તો એક માસની કેદ અને રૂપિયા પાંચ હજાર સુધીનો દંડની જોગવાઇ કરવામાં આવી છે.

 રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની ઓથોરિટીમાં એક ચેરમેન સહિત 20 સભ્યો હશે. ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકાર સત્તામંડળને એકત્રિત ફંડમાંથી રૂ. 10 કરોડ ખર્ચ પેટે ફાળવશે. જેના માટે રાજ્ય સરકાર એક વિધેયક લાવશે અને સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિના વિકાસ માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે.

 

(12:42 am IST)