Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

અમદાવાદમાં હથિયારોનુ વેચાણ કરવા આવેલ મૂળ સુરેન્દ્રનગરના એછવાડાનો યુવક ઝડપાયો

પોલીસે 3 પિસ્ટલ, 3 મેગ્જીન અને 16 જીવતા કારતૂસ કબ્જે કર્યા

અમદાવાદ :અમદાવાદમાં ગેરકાયદે હથિયારોનુ વેચાણ કરવા આવેલા આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 3 પિસ્ટલ, 3 મેગ્જીન અને 16 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે. આરોપીને માહિતી આપનાર અને હથિયારોની તસ્કરી કરનાર મુખ્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે

  પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ કુણાલગીરી ગોસ્વામી છે. જે મુળ સુરેન્દ્રનગરના એછવાડા ગામનો રહેવાસી છે. મુળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કુણાલ હથિયારોનો જથ્થો લઈ અમદાવાદ આવી રહ્યો છે તેવી માહિતીના આધારે એસઓજીએ સીટીએમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી અને બાતમીના આધારે આરોપીને ઝડપી તેની તપાસ કરતા 3 હથિયાર, 16 કારતૂસ અને 3 મેગ્જીન મળી 2.25 લાખની કિમંતના હથિયારો કબ્જે કર્યા છે.

(9:58 pm IST)