Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાજ્યમાં જળસંકટની વિકટ સ્થિતિ :83 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી 34 ડેમો તળિયાઝાટક

સરદાર સરોવરમાં પણ માત્ર 62 ટકા જળજથ્થો :શિયાળાના પ્રારંભે 166 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યુ

અમદાવાદ :ચાલુ વર્ષે રાજ્યમાં જળસંકટ ઘેરું બન્યું છે આ વર્ષે પડેલા સાધારણ વરસાદને કારણે રાજ્યમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યના 204 જળાશયમાંથી 83 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછી પાણીની સપાટી છે. તો કચ્છના જળાશયોમાં માત્ર 11.42 ટકા પાણી બચ્યું છે. હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજ્યના 34 જળાશયો અત્યારથી તળિયાઝાટક થઈ ગયા છે. સરદાર સરોવરમાં માત્ર  62 ટકા જળસ્તર નોંધાયું છે.

  રાજ્યના 14 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી છે. જ્યારે કે 13 જળાશયોમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો બાકી છે. આ સિવાય 10 જળાશયોમાં 70થી 80 ટકા પાણી છે. તો 166 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યુ છે. હજુ તો માત્ર શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે જ જળાશયોમાં 50 ટકા જેટલું પાણી બાકી રહેતાં ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(12:37 am IST)