Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈની તબીયત લથડી :ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા

ઠંડીના પગલે શરદી અને કફની સમસ્યા: વરિષ્ઠ ડોક્ટરો દ્વારા સારવાર

 

ગાંધીનગર :રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈની તબિયત ખરાબ થતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે

કેશુભાઈ પટેલને ઠંડીના પગલે શરદી અને કફની સમસ્યા થતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા છે. હાલમાં તેમની વરિષ્ઠ ડોક્ટરો દ્વારા સારવાર ચાલી રહી છે.

(10:37 pm IST)