Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આણંદ નજીક બાકરોલમાં નજીવી બાબતે શખ્સને માથામાં લોખંડની પાઇપ ફટકારી દેતા ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામે રહેતા બુધાભાઈ શનાભાઈ પરમારનું ક્ષત્રીય સમાજની જમીન પર લાકડાનું પીઠું આવેલું છે જેમાં ગઈકાલે સાંજના વાગ્યાના સુમારે સંપતભાઈ મંગળભાઈ પરમાર, રમેશભાઈ મંગળભાઈ પરમાર, તારાબેન સંપતભાઈ પરમાર, મહેશભાઈ સંપતભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે, તમોએ ધુપ સળગાવેલ તેનો ધુમાડો અમારા ઘરમાં આવે છે. જેથી બુધાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં સંપતભાઈએ પોતાના હાથમાની લોખંડની પાઈપ બુધાભાઈના પુત્ર સુનીલને માથામા ફટકારી દીધી હતી જેથી તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. 

ત્યારબાદ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. મહેશભાઈએ પોતાની પાસેના લાકડાના ડંડાથી હિતેશભાઈને માર મારતાં ઘરના સભ્યો છોડાવવા વચ્ચે પડ્યા હતા જેથી તેમને પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:06 pm IST)