Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આણંદ નજીક વઘાસીમાં જબરદસ્તી યુવતીને પ્રેમસંબંધ બાંધવા મજબુર કરવું યુવકને ભારે પડ્યું: યુવકની ધમકીથી ડરી યુવતીએ ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

આણંદ:નજીક આવેલા વઘાસી ગામે રહેતી એક કિશોરીને ગામમાં રહેતા શખ્સ દ્વારા પ્રેમસબંધ બાંધવા માટે ફરજ પાડવામા ંઆવતા અને ફોટા ફેસબુક ઉપર વાયરલ કરી દેવાની ધમકી આપતાં તેણીએ ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અંગે આણંદ રૂરલ પોલીસે કિશોરીના ડાઈંગ ડેક્લેરેશનના આધારે તુરંત ગુનો દાખલ કરવાની જગ્યાએ ત્રીજા દિવસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વઘાસી ગામે રહેતો ભરત ઉર્ફે પીલુ નટુભાઈ પરમાર (ઉ. વ. આશરે ૨૦)છેલ્લા પંદર દિવસથી ગામમાં રહેતી એક ૧૬ વર્ષીય કિશોરીની પાછળ પડ્યો હતો અને તેણીને પ્રેમસબંધ રાખવા માટે દબાણ કરતો હતો. કિશોરી સ્કૂલે અને ટ્યુશને જાય ત્યારે તે પીછો કરતો હતો અને પ્રેમસંબંધ રાખવા માટે જણાવતો હતો. જો કે કિશોરીએ મચક ના આપતાં તેણે ફોટા ફેસબુક પર મૂકી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી કિશોરીએ ગત ૪થી તારીખના રોજ સાંજના સુમારે ફીનાઈલ પી લીધુું હતુ જેથી તેણીને તુરંત સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી. અંગે ડોક્ટર દ્વારા આણંદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. 

પોલીસ દ્વારા તુરંત ગુનો દાખલ કરવાની જગ્યાએ આરોપીને છાવરવાના પ્રયત્નો હાથ ઘર્યા હતા પરંતુ ત્રીજા દિવસ સુધી ફરિયાદ દાખલ ના થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેને લઈને આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને ભરત ઉર્ફે પીલુ પરમારને ઝડપી પાડ્યો હતો.

 

(6:04 pm IST)