Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મેઘરજ તાલુકામાં વીજતંત્રના દરોડા: 60 કનેક્શનો જપ્ત કરાયા: 8 લાખનો દંડ

હિંમતનગર: યુ.જી.વી.સી.એલ. વર્તુળ સર્કલ દ્વારા મેઘરજ તાલુકામાં આવેલી ઘટક-૧ અને ૨ ઓફિસના નેજા હેઠળના ચાલીસ ગામડાઓમાં વિદ્યુત તંત્ર દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડી ૧૪૯૦ જેટલા કનેક્શનમાંથી ૬૦ જેટલા વીજ કનેક્શનનો વીજ ચોરી ઝડપી લઈ રૃપિયા આઠ લાખનો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી, રહેણાંક તેમજ સીધા લંગરીયા નાખી વ્યાપક પ્રમાણમાં ચોરી થઈ રહી છે તેવી બાતમી હિંમતનગર વર્તુળ સર્કલને મળતાં આજે મેઘરજ તાલુકામાં વહેલી પરોઢીએ ઘટક-૧ અને ૨ની ઓફિસના નેજા હેઠળના બાંઠીવાડા, મુળશી, ખેરાઈ, ભેમાપુર,ધનીવાડા, બેલ્યો, રામગઢી, ભુતીયા, તેમજ વાંક, કુણોલ ઘોરવાડા, છિંકારી, બ્રાહ્મણકોટડા મહુડી,પંચાલ, મોટી પંડુલી, ઢેકવા, વૈદી જામગઢ, પાણીબાર નારણપુરા ઈસરી, કસાણા નવા ગામ સહિતના ચાલીસ જેટલા ગામડાઓમાં હિંમતનગર સર્કલના ૨૮ જેટલી ગાડીઓના કાફલા સાથે ૮૨ જેટલા લાઈનમેન, હેલ્પરો, ડે.એન્જિનિયર સહિતના કર્મચારીઓએ ગામડાઓમાં છુટીછવાઈ વસ્તીમાં રહેતા અને વિદ્યુત પુરવઠો મેળવતા રહેણાંક વિસ્તારમાં ખેતીવાડી અને રહેણાંક કુવા ઉપર તેમજ ડાયરેક્ટ થાંભલા ઉપર લંગરીયા નાખી વીજ ચોરી કરતા ૧૫૦૦ જેટલા કનેક્શનો ચેકિંગ હાથ ધર્યા હતા.

 

(6:01 pm IST)