Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ચાણસ્મા તાલુકામાં ખેડૂતે પાકને બચાવવા માટે ટેન્કર દીઠ 500નો ખર્ચો કર્યો

ચાણસ્મા:તાલુકામાં અપુરતા વરસાદને કારણે તાલુકાને રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. સરકારે ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા, રોજગારી, ખેતી માટે વીજ પુરવઠો તેમજ નર્મદા કેનાલમાંથી સિચાઈ માટે પાણી આપવાની કચેરી જાહેરાતો માત્ર કાગળ ઉપર પુરવાર થઈ રહી છે. સમગ્ર રાજયમાં પીવાના પાણીનુ ટેન્કરરાજ હવે પુરૃ થઈ ગયુ છે તેવી સરકારની ખોટી જાહેરાતને ઉજાગર કરવા ચાણસ્મા ગામના ખેડૂતોને  સિંચાઈ માટે પાણી ન મળતા ખેતરમાં નિષ્ફળ જતો એરંડાનો પાક બચાવવા ટેન્કર દ્વારા પાણી પુરૃ પાડવાનો અનોખો પ્રયોગ હાથ ધરી રાજય સરકારના બહેરાકાન ઉઘાડવા આ દાખલો બેસાડયો છે.

ચાણસ્માના ખેડૂત ધર્મેન્દ્રભાઈ ઈશ્વરલાલ પટેલે કારોડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પોતાની માલીકીના ૩ વિઘા ખેતરમાં ચાલુસાલે ચોમાસાની ઋતુમાં એરંડાના પાકનુ વાવેતર કર્યુ હતુ. જે વાવેતર પાછળ ખેડ, ખાતર, બિયારણ અને પાણી માટે મોટી રકમનો ખર્ચ કર્યો હતો.

 

(6:01 pm IST)