Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમદાવાદ-મહેસાણા હાઇવે પર મુસાફરના સ્વાંગમાં 7થી લુટારુએ આંગડિયા પેઢીના વેપારીને લૂંટ્યો હોવાનો ભેદ ખુલ્યો: બિનવારસી કાર મળી આવી

અમદાવાદ:અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલ ભાસરીયા પાટીયા નજીક ગુરૃવારે મોડી સાંજે મુસાફરના સ્વાગમાં બેઠેલા સાતથી આઠ લુંટારૃઓએ પિસ્તોલ તાકીને એસ.ટી બસને હાઈજેક કરી હતી અને અમદાવાદ જઈ રહેલા આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ ડાયમંડના પાર્સલ ભરેલા પાંચ થેલાઓની દિલધડક લુંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ મહેસાણા પોલીસની જુદી જુદી પાંચેક ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

છેલ્લે જાણવા મળ્યા મુજબ પોલીસે અત્યાર સુધીમાં પાંચ જેટલા શકમંદ વ્યક્તિઓની અટકાયત કરી સઘન પુછપરછ શરૃ કરી છે. જયારે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ એકસયુવી કાર તેમજ એસટી બસમાં એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(6:00 pm IST)