Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કલોલની નવી શાકમાર્કેટમાં હોલસેલના વેપારીને છૂટક વેચાણ કરવા પર પાબંધી: ખેતીવાડી બજાર સમિતિને આવેદન પત્ર પાઠવ્યું

કલોલ:માં આવેલી નવી શાકમાર્કેટના હોલસેલ વેપારીઓએ છુટક શાકભાજીનું વેચાણ ચાલુ કર્યું હોવાથી છુટક વેપારીઓમાં રોષ ફાટયો હતો અને અંગે તેમણે ખેતીવાડી ઉત્પન્ન બજારસમિતિને આવેદન પણ આપ્યું હતું. જેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ હોલસેલના વેપારીઓને છુટક વેપાર ના કરવા સૂચના આપી છે.

કલોલમાં આવેલી નવી શાકમાર્કેટમાં શાકભાજીનો છુટક વેપાર કરતા વેપારીઓ હોલસેલના વેપારીઓ પાસેથી માલ ખરીદતાં હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી હોલસેલ વેપારીઓ દ્વારા ગ્રાહકોને છુટક વેચાણ પણ કરવામાં આવતું હોવાથી છુટકના વેપારીઓમાં રોષ ફાટયો હતો. જેથી હોલસેલ શાકભાજીનો વેપાર કરતાં વેપારીઓએ હડતાલ કરીહતી અને મુદ્દે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કલોલને આવેદનપત્ર પણ આપ્યું હતું.

ત્યારે મુદ્દાને ગંભીરતાથી લઈને ખેતીવાડી બજાર સમિતિએ પરિપત્ર જાહેર કર્યો છે જેમા જણાવાયું છે કે હોલસેલના  વેપારીઓએ શાકભાજીનો છુટક વેપાર કરવો નહીં તેમજ પરિપત્રનો અમલ જે હોલસેલ વેપારી નહીં કરે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

(5:59 pm IST)