Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વડોદરામાં ટ્રાફિક પોલીસ અને તંત્ર ફરી સજાગ: રખડતા ઢોરના માલિકો વિરુદ્દ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ

વડોદરા:ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર ફરી એક વાર રખડતા ઢોરોના મુદ્દે સક્રિય થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે.

રખડતા ઢોરોના માલિકો સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઇ કારેલીબાગ પોલીસ સ્ટેશને ફતેગંજના બે પશુપાલકો સામે ફરિયાદ નોંધાઇ છે.

ગઇ તા.૨૭ મીએ ઢોર અને ત્યારબાદ તા.૨૯મીએ ઢોરને પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.જે અંગે કોર્પોરેશનના ડો.વિજય પંચાલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

(5:58 pm IST)