Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ધંધામાં ભાગીદાર બનાવવા માટે વડોદરાના યુવાન પાસેથી પૈસા પડાવી પાર્ટનરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

વડોદરા:ધંધામાં ભાગીદાર બનાવવા માટે રકમ પડાવ્યા બાદ બિઝનેસ પાર્ટનરે ગોળીએ દઇ દેવાની ધમકી આપતાં કારેલીબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

હરણીરોડ વિસ્તારના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા વિનોદ આત્મારામ ગોયેલે પોલીસને જણાવ્યું હતું કે,હરિયાણામાં મારા ઘરના પડોશમાં રહેતા અજય રામકુમાર અગ્રવાલ ઘરમાં લક્ષ્મી ટ્રેડિંગના નામે વર્લપુલની ડિસ્ટ્રિબ્યુટરશિપ ધરાવતો હોઇ મને ભાગીદાર બનવા માટે ઓફર કરી હતી.

તા.૪-૪-૨૦૧૭માં અજયને રૃા.૪.૧૭ લાખ અને ત્યારબાદ મારા સાળા પાસે રૃા.૧૩.૩૭ લાખ મેળવી કુલ રૃા.૧૭.૫૫ લાખ આપ્યા હતા.પરંતુ રકમ લીધા પછી પણ તેણે પાર્ટનર બનાવ્યા નહતા.જેથી મહિના પહેલાં હું હરિયાણા ગયો ત્યારે વિનોદ એક કંપનીમાં નોકરી કરતો હોવાની જાણ થઇ હતી.

(5:57 pm IST)