Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભૂલોના મામલે ૧ર ડિસેમ્બર સુધી હજ હાઉસનો સંપર્ક કરવો

હજ-ર૦૧૯ માટે કવર નંબરની રસીદ પહોંચાડવાની કામગીરી શરૂ

અમદાવાદ, તા.૮: ગુજરાત રાજ્ય હજ સમિતિમાં હજ-ર૦૧૯ માટે જેમણે અરજી કરેલ હોય તેમના કવર નંબરની રસીદ પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે તો તેમાં નામ, સરનામા, પાસપોર્ટ નંબર, બેન્ક એકાઉન્ટની વિગતો સહિતની બાબતોમાં કંઈ ભૂલ હોય તેમજ જે અરજદારોએ ફોર્મમાં પૂરતી વિગતો દર્શાવેલ ન હોય તો તેમણે ગુજરાત હજ હાઉસનો સંપર્ક કરવાનો રહેશે.

નિયમોનુસાર રિઝર્વ કેટેગરીમાં આવતા અરજદારોને જીજેઆર નંબર તેમજ જનરલ કેટેગરીમાં આવતા અરજદારોને જીજેએફ નંબર ફાળવવામાં આવેલ છે. આથી ઉક્ત બાબતે કવર નંબરોમાં કંઈ ભૂલ થયેલ હોય, અથવા દા.ત. ૪ અરજદારોને બદલે ર અરજદારોની ભૂલથી નોંધણી થયેલ હોય તેવા તમામ અરજદારો કે જેને હજ સમિતિ દ્વારા કવર નંબરો મળી ગયેલ હોય તેઓએ કવર નંબરની રસીદ ફરજિયાત ચેક કરી લેવી. પ્રસ્તુત બાબતે થયેલ ભૂલો અંગે કવર નંબરવાફ્રી રસીદની ઝેરોક્ષ કોપી સાથે ગુજરાત હજ હાઉસ, રેવાબાઈ ધર્મશાળા પાસે કાલુપુર જૂના રેલ્વે સ્ટેશન, અમદાવાદ ખાતે તા.૧ર-૧ર-ર૦૧૮ સુધી રૂબરૂ અથવાe.mail:compcell. gshc @gmail.com પર

સંપર્ક કરવો. જે અરજદારોએ હજ-ર૦૧૯ માટે અરજી કરેલ હોય તેમજ ફોર્મમાં પૂરતી વિગતો દર્શાવેલ ન હોય, તેઓની હજ કમિટી દ્વારા ફોન તેમજ ટપાલ દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે. તેમણે અધૂરી વિગતોવાળી અરજીની પૂર્તતા કરી તા.૧ર-૧ર-ર૦૧૮ સુધીમાં પહોંચાડવાની રહેશે. (૯.૮)

(4:32 pm IST)