Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અંકલેશ્વર જીઆઈડીસીમાં શંક્સ્પદ ખાતર ભરેલી ટ્રક ઝડપાઇ : 440 યુરિયાની બેગ સહીત 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત

સાગબારા નિવાસી ચાલકની ધરપકડ :જથ્થો ક્યાંથી આવ્યો ?:પોલીસ તપાસ શરૂ

ભરૂચ:ભરૂચ એલસીબી પોલીસની પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ તેમજ ટીમ દ્વારા વહેલી સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં યુરિયા ખાતર લઇ આવેલ ટ્રકને જોતા દરોડા પાડ્યા હતા.જ્યાં ટ્રક ચાલાક શબ્બીરહુશેન સાકીરહુશેન આરબ (રહે સાગબારા)પાસે જરૂરી બિલ તેમજ ખાતરના અઢાર પુરાવા માંગતા તે સંતોષ કારક જવાબ ના આપી ગલ્લા-ટલ્લા કરવા લાગ્યો હતો.જે આધારે પોલીસે ટ્રકમાં રહેલ 50 કિલોની 440 યુરિયા ખાતરની બેગ અંદાજિત 22000 કિલોની રૂપિયા 4.40000ની કિંમતનો ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ટ્રક કિંમત રૂપિયા 6 લાખ મળી કુલ 10.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક શબ્બીર હુશેન આરબની ધરપકડ કરી હતી.

   અત્રે ઉલ્લેખીય છે.કે ઘટના કંપની સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ખાતરનો જથ્થો સેલવાસ નજીક કંપનીમાંથી આવ્યો હતો. જ્યા થી બિલ્ટી વગર જથ્થો કેવી રીતે મોકલ્યોતે તપાસનો વિષય બનાવ પામ્યો છે. એલસીબી પોલીસ દ્વારા હાલ 41(1)ડી મુજબ ગુનો નોંધી સી.આર.પી.સી 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

 

(2:07 pm IST)