Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમદાવાદનો મીઠાખળી અંડરપાસ 6 મહિના માટે થશે બંધ અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર

રેલતંત્ર દ્વારા માદલપુર બાદ મીઠાખળી અંડરપાસ સહિતના 16 અંડરપાસનું કામ હાથ ધરાશે

અમદાવાદ :રેલ વિકાસ નિગમ (આરવીએનએલ) દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાનું કામ ચાલતું હોવાથી હવે મીઠાખળી અંડરપાસના નવીનીકરણ કામગીરી હાથ ધરાશે. આગામી 15 દિવસમાં તેને ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાશે. અંડરપાસનું કામ મહિના ચાલે તેવી શક્યતા છે.

  રેલ વિકાસ નિગમ દ્વારા માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરીને તેને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો. રેલવેના સત્તાવાળાઓએ અગાઉ 7 મીટર પહોળા આ ગરનાળાના બંને ગાળાને વધુ બે મીટર પહોળા કર્યા છે.

હાલમાં મીઠાખળી અંડરપાસ અપ-ડાઉન લાઇનમાં 12.25 મીટર પહોળો છે પરંતુ રેલવે તંત્રના નવીનીકરણના પ્રોજેકટ હેઠળ તેને અપ-ડાઉન લાઇનમાં છ-છ મીટર પહોળો કરાશે. રેલતંત્ર દ્વારા મીઠાખળી અંડરપાસને 18.3 મીટરનો અપ-ડાઉન લાઇનમાં પહોળો કરવાની ડિઝાઇન તૈયાર કરાઇ છે.

 રેલવે સત્તાવાળાઓ અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માદલપુર બાદ મીઠાખળી અંડરપાસ સહિતના 16 અંડરપાસનું કામ હાથ ધરાશે.

(1:54 pm IST)