Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમદાવાદમાં ભીનો-સૂકો કચરો અલગ કરાતાં દૈનિક કલેક્શનમાં 30 ટકા જેટલો ઘટાડો થયો

પિરાણા ડમ્પસાઇટ પર દરરોજ ૩૭૦૦ મે‌િટ્રક ટન જેટલો કચરો ઠલવાય

અમદાવાદ: વેસ્ટ સેગ્રીગેશન અંગે નાગરિકોને સમજ આપવાની ટ્રીંગરીંગ ઇવેન્ટ બાદ ગેટ ટુ ડમ્પનો કચરાગાડીઓ અલગ પાડેલો સૂકો અને ભીનો કચરો લે છે,આના કારણે સમગ્ર શહેરમાંથી ગેટ ટુ ડમ્પનો દૈનિક કચરાનું કલેકશન ૩૦ ટકા ઘટ્યું છે.

 પિરાણા ડમ્પસાઇટ પર દરરોજ ૩૭૦૦ મે‌િટ્રક ટન જેટલો કચરો ઠલવાય છે. આ કચરાને સૂકો અને ભીનો એમ અલગ કરીને છૂટો પાડવામાં આવે તો તેના યોગ્ય પ્રોસેસથી પિરાણા ડમ્પ સાઇટ પર કચરાનું ભારણ ઘટાડી શકાય તેની સાથે-સાથે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશનાં અન્ય શહેરોની સરખામણીમાં આગળ આવી શકે તેવા આશયથી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશથી ગયા રવિવારે તંત્ર દ્વારા મેગા ટ્રીંગરીગ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં લગભગ એક લાખ કર્મચારીઓએ ચૌદ લાખ ઘર સુધી પહોંચીને લોકોને સમજ આપી હતી.

તંત્ર દ્વારા ભીના કચરાને વિવિધ એજન્સીઓ દ્વારા પ્રોસેસ કરીને ખાતર તેમજ આરડીએફ બનાવાય છે તેવો દાવો કરાયો છે. આ પ્રોસેસિંગ હેઠળ દૈનિક ૯૦૦થી ૧૦૦૦ ટન ભીના કચરાને ઉપયોગમાં લેવાઇ રહ્યો છે તેમ પણ સત્તાવાળાઓ જણાવે છે, પરંતુ ગેટ ટુ ડમ્પ પ્રોજેક્ટ હેઠળના આઠ રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન (આરટીએસ) પર ઠલવાતા કચરાના દૈનિક જથ્થામાં વેસ્ટ સેગ્રીગેશનની અમલવારી પછી ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

(1:21 pm IST)