Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વાલિયા તાલુકાના ૩૫ થી વધુ ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના દરોડા

૧૧૩ વીજ મીટરોમાં ગેર રીતિ ઝડપાતા ૨૦.૭૭ લાખનો દંડ ફકારાયો

વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાતા ગેરરીતિ આચરનાર વપરાશ કર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૬૦ જેટલી ટિમો દ્વારા વાલિયા તાલુકાના વાગલખોડ,ગુંદિયા અને મીરાપોર,પઠાર ફીડર પર આવેલ જબુગામ, મોતીપરા, નવાપરા અને કદવાલી, સેવડ, ઈટકલા, પિઠોર, વાગલખોડ સહીત આશરે ૪૦ ગામોમાં વહેલી સવારે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં વીજ કંપનીની ૬૦ ટીમોએ તાલુકાના ૪૦ ગામમાં કુલ ૧૨૪૭ વીજ મીટરોને ચેક કર્યા હતા.જેમાંથી ૧૧૩ મીટરોમાં ગેરરીતિ ઝડપાઈ હતી

  વીજ કંપની દ્વારા ગેરરીતિ આચરનાર ૧૧૩ વપરાશ કર્તાઓને રૂપિયા ૨૦,૭૭ લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વીજ દરોડા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.વીજ કંપનીના વીજ ચેકિંગના પગલે અન્ય વપરાશકર્તાઓ ફફડાટ વ્યાપી ગયો હતો

(6:10 pm IST)