Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સુરત:ગડોદરાના સિમેન્ટ વિક્રેતાની હત્યાનો ભેદ ખુલ્યો :ધંધાકીય અદાવતમાં સોપારી આપી થયેલ ઘાતકી હત્યા

સુરતના સચિન નજીકના બોણંદ ગામમાંથી બે દિવસ અગાઉ મળેલ યુવાનની લાશ મળી હતી

સુરતના સચિન નજીકના બોણંદ ગામમાંથી બે દિવસ અગાઉ જે યુવાનની હત્યા કરેલી લાશ મળી હતી તે યુવાન ગોડાદરાના સિમેન્ટ વેપારીની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં તે પણ ખુલાસો થયો છે કે સિમેન્ટના વ્યવસાયની ધંધાકીય અદાવતમાં તેના હરીફે સોપારી આપી હત્યા કરાવી હતી.

મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં ગોડાદરા વિસ્તારના માધવ નગરમાં રહેતો ૨૯ વર્ષીય લક્ષ્‍મણ રાધાકૃષ્ણ કશ્યપ હોવાનું જાણવા મળ્યું હતું . સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લક્ષ્‍મણને વતનમાં અને સુરતમાં બે યુવતી સાથે અફેર હોવાનું જાણવા મળતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ તેની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર ન હતું.

(12:11 pm IST)