Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પતિને પૂછયા વિના એકાઉટન્ટ સ્ટેટમેન્ટ પત્નીને આપ્યું : બેંકને થયો ૧૦ હજારનો દંડ

બેંકે ન જાળવી ખાતાધારકની પ્રાઇવસી : કોર્ટ દ્વારા બેંકને વળતર ચુકવવા અપાયો આદેશ

અમદાવાદ તા. ૮ : પમનાનીએ કોર્ટમાં અરજી કરી હતી કે તેની પત્ની સાથે તેનો ડિવોર્સ કેસ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને પત્ની બેંક સ્ટેટમેન્ટનો તેની વિરુધ્ધ ઉપયોગ કરી શકે છે. બેંકના આ નિર્ણયના કારણે પતિની ફાઈનાન્સિયલ ડિટેલ પત્ની સમક્ષ આવી ગઈ હતી. કેસની ડિટેઈલ મુજબ, પમનાનીને પાછલા વર્ષે ૬ મે એ ફોનમાં એક મેસેજ આવ્યો હતો, જે મુજબ તેના ખાતામાંથી ૧૦૩ રૂપિયા કપાઈ ગયા. બે દિવસ પછી તે પૈસા કપાવા બાબતે બેંકમાં પૂછવા ગયો, તેને કહેવામાં આવ્યું કે, તેની પત્ની હર્ષિકા દ્વાપમનાનીએ બેંકના કાર્યનો વિરોધ કર્યો અને પત્નીને તેનું સ્ટેટમેન્ટ લેવાની પરવાનગી આપી નહોતી તેમ જણાવ્યું. તેણે બેંકની કાર્ય પદ્ઘતિ પર સવાલ ઉઠાવ્યો અને ગ્રાહક કોર્ટમાં ગયો.

બેંકે પોતાના બચાવમાં કહ્યું કે, હર્ષિકા ગ્રાહકની એજન્ટ બનીને આવી હતી. બેંક દ્વારા સારી સર્વિસ આપવાના હેતુથી તેને સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. એકાઉન્ટ ધારકને કોઈ નુકસાન થયું નથી. બેંક દ્વારા સ્ટેટમેન્ટ આપવા પાછળ કોઈ ખરાબ હેતુ નહોતો.રા બેંક સ્ટેટમેન્ટ કઢાવવા બદલ આ ચાર્જ લેવામાં આવ્યો છે.

પમનાનીના વકીલ સી.એ મોદીએ જણાવ્યું કે, બેંક એકાઉન્ટ ધારકની પરમીશન વિના કોઈ થર્ડ પાર્ટીને તેનું સ્ટેટમેન્ટ ન આપી શકે. બેંકનું આ કાર્ય સ્પષ્ટ રીતે ગ્રાહકની પ્રાઈવસીમાં મોટી ભૂલ છે. વકીલે દલીલ મૂકી કે તેની પત્ની આ ડિટેઈલને કોર્ટમાં આપી શકે છે અને ફેમિલી કોર્ટમાં તેના કેસને નુકસાન થઈ શકે છે.

સમગ્ર કેસ સાંભળ્યા બાદ કોર્ટ એવો નિર્ણય સંભળાવ્યો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અને બેંકના નિયમો મુજબ IOB દ્વારા પમનાનીના ઓથોરિટી લેટર વિના બેંક દ્વારા અન્ય વ્યકિતને તેનું બેંક સ્ટેટમેન્ટ નહોતું આપવું જોઈતું. તેની પત્ની તેની ઓથોરિટી લઈને નહોતી આવી. બેંક ખાતા ધારકની પ્રાઈવસી જાળવવામાં નિષ્ફળ રહી છે. સર્વિસમાં બેદરકારીને જોતા ગ્રાહક કોર્ટે બેંકને ૧૦,૦૦૦ રૂપિયાનું વળતર દિનેશ પમનાનીને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.(૨૧.૧૧)

(12:00 pm IST)