Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી

બિન અનામત કેટેગરીમાં આવતા સમાજને લાભ આપવા માટે આ યાદી જાહેર : યાદીમાં ૬૯ જ્ઞાતિઓ

અમદાવાદ તા. ૮ : ગુજરાત સરકાર દ્વારા શુક્રવારે બિન અનામત જાતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ' દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે. રાજય સરકારે બિન અનામત જ્ઞાતિઓને લાભ આપવા માટે બિન અનામત જ્ઞાતિ ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ૬૯ જ્ઞાતિઓનો બિન અનામત જ્ઞાતિ તરીકે સમાવેશ કરાયો છે.  જેમાં હિન્દુની ૪૨ જ્ઞાતિ, ૨૩ મુસ્લિમ જાતિ અને અને બિન ધર્મીય ૩ જાતિઓનો સમાવેશ કરાયો છે. રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવા અંગેનો આ પરિપત્ર ૬ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.

જે જ્ઞાતિઓ અનુસૂચિત, અનુસૂચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક અન્ય પછાત જાતિઓમાં સમાવેશ ન થતો હોય તેવી તમામ જ્ઞાતિઓને બિન અનામત વર્ગની જાતિ ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બિનઅનામત હિન્દુ જાતિઓ

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં બિનઅનામત હિન્દુ જાતિના વર્ગમાં ૪૨ જ્ઞાતિનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં સમાવિષ્ટ જાતિઓ નીચે મુજબ છે.

(૧) બ્રાહ્મણ, (૨)નાગર બ્રાહ્મણ, નાગર, (૩) વળાદરા બ્રાહ્મણ, (૪) અનાવિલ બ્રાહ્મણ, (૫) ઔદિચ્ય બ્રાહ્મણ, (૬) તપોધન બ્રાહ્મણ, (૭) મેવાડા બ્રાહ્મણ, (૮) મોઢ બ્રાહ્મણ, (૯) ગુગળી બ્રાહ્મણ, (૧૦) સાંચોરા બ્રાહ્મણ, (૧૧) સારસ્વત બ્રાહ્મણ, (૧૨) શ્રીમાળી બ્રાહ્મણ, (૧૩) રાજપૂત, રજપૂત, (૧૪) ક્ષત્રિય, (૧૫) વાણિયા, વૈષ્ણવ શાહ, (૧૭) ભાટિયા, (૧૮) ભાવસાર, (૧૯) ભાવસાર(જૈન), (૨૦) બ્રહ્મ ક્ષત્રિય, (૨૧) ક્ષત્રિય પ્રભુ, (૨૨) નાન્યેતર જાતિ (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે), (૨૩) પુજારા, (૨૪) કેર, (૨૫) ખડાયતા, (૨૬) ખત્રી, (૨૭) કળબી, કણબી, (૨૮) લેઉવા પાટીદાર, પટેલ, (૨૯) કડવા પાટીદાર, પટેલ, (૩૦) લાડ વાણિયા, (૩૧) શ્વેતાંબર જૈન વાણિયા, (૩૨) દિગંબર જૈન વાણિયા, (૩૩) લોહાણા, લવાણા, લુહાણા, (૩૪) મંડાલી, (૩૫) મણિયાર, (૩૬) મરાઠા રાજપૂત (મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા), (૩૭) મહારાષ્ટ્રીયન (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળ ગુજરાતમાં સ્થાયી થયેલા), (૩૮) દશા, વીસા જૈન, (૩૯) પોરવાલ જૈન, (૪૦) સોમપુરા, સોમપુરા બ્રાહ્મ ણ (ઘંડિયા સલાટ સિવાયના), (૪૧) સોની, સોનાર, સુવર્ણકાર, (૪૨) સિંધી (જે OBC/SEBCમાં ન હોય તે).

બિનઅનામત મુસ્લિમ જાતિઓ

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં બિનઅનામત મુસ્લિમ જાતિના વર્ગમાં ૨૪ જ્ઞાતિનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં સમાવિષ્ટ જાતિઓ નીચે મુજબ છે.

૧) સૈયદ, (૨) બલોચ, (૩) બાવચી, (૪) ભાડેલા (મુસ્લિમ), (૫) અલવી વોરા (મુસ્લિમ), (૬) દાઉદી વોરા, (૭) સુલેમાની વોરા, (૮) મુસ્લિમ ચાકી, (૯) જલાલી, (૧૦) કાગઝી (મુસ્લિમ), (૧૧) કાઝી, (૧૨) ખોજા, (૧૩) મલિક (જે OBC/SEBCમાં ન હોય તે), (૧૪) મેમણ, (૧૫) મોગલ, (૧૬) મોમિન (પટેલ), (૧૭) પટેલ (મુસ્લિમ), (૧૮) પઠાણ, (૧૯) કુરેશી (સૈયદ), (૨૦) સમા, (૨૧) શેખ (જે OBC/SEBCમાં ન હોય તે), (૨૨) વ્યાપારી (મુસ્લિમ), (૨૩) અત્તરવાલા

બિનઅનામત અન્ય ધર્માવલંબી જાતિઓ

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં બિનઅનામત અન્ય ધર્માવલંબીના વર્ગમાં ૩ જાતિનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં સમાવિષ્ઠ જાતિઓ નીચે મુજબ છે.

૧) પારસી, (૨) ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે), (૩) યહુદી

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનુસૂચિત જાતિના વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી

(૧) અગેર, (૨) બાકડ, બાન્ટ, (૩) વણકર સાધુ, દલિત-બાવા, (૪) ભાંબી, ભાંભી, અસાદરૂ, એસોડી, ચામડિયા, ચમાર, ચમાર-રવીદાસ, ચાંભાર, ચામગર, હરાલય્યા, હારાલી, ખાલપા, માચીગર, મોચીઆગર, મદાર, માદીગ, મોચી (માત્ર ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકા વિસ્તારમાં), નાલિયા, તેલુગુ મોચી, કમાટીમોચી, રાનીગર, રોહીદાસ, રોહીત, સામ, (૫) ભંગી, મેહતર, ઓળગાણા, રૂખી, મલકાણા, હલાલખોર, લાલબેગી, બાલ્મીકી, કોરાર, ઝાડમલ્લી, બારવાશીઆ, બારવાસીઆ, જામફોડા, ઝામ્પાડા, ઝામ્પડા, રૂશી, વાલ્મીકી, (૬) ચલવાડી, ચન્નાય્યા, (૭) ચેન્ના દસાર, હોલાયા દસાર, (૮) ડાંગશિયા, (૯) ઢોર, કકય્યા, કંકય્યા, (૧૦) ગરમાતંગ, (૧૧) ગરોડ, ગરો, (૧૨) હાલ્લીર, (૧૩) હલસર, હસલર, હુલાસ્વર, હલસ્વર, (૧૪) હોલાર, વલ્હા, (૧૫) હોલાયા, હોલર, (૧૬) લીંગાદેર, (૧૭) મહાર, તરાલ, ઢેગુમેગુ, (૧૮) માહયાવંશી, ઢેડ, ઢેઢ, વણકર, મારુ વણકર, અંત્યજ, (૧૯) માંગ, માતંગ, મીનીમાડીંગ, (૨૦) માંગ-ગારૂડી, (૨૧) મેધવાલ, મેધવાળ, મેઘવાર, (૨૨) મુકરી, (૨૩) નાડીઆ, હાડી, (૨૪) પાસી, (૨૫) સેનવા, શેનવા, ચેનવા, સેડમા, રાવત, (૨૬) શેમાલીઆ, (૨૭) થોરી, (૨૮) તીરગર, તીરબંદા, (૨૯) તૂરી, (૩૦) તૂરી બારોટ, વણકર બારોટ, (૩૧) બલાહી, બલાલ, (૩૨) ભંગી, મેહતર, (૩૩) ચમાર, (૩૪) ચીકવા, ચીકવી, (૩૫) કોલી, કોરી, (૩૬) કોટવાલ (ભીંડ, ધાર, દેવાસ, ગુના, ગ્વાલીયર, ઇન્દોર, ઝાબુઆ, ખારગોણે, મન્દસૌર, મોરેના, રાજગ્રહ, રતલામ, શાજાપુર, શિવપુરી, ઉજ્જૈન અને વિદિશા જિલ્લાઓમાં)

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનુસૂચિત જનજાતિ વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી

(૧) બરડા, (૨) બાવચા, બામ્યા, (૩) ભરવાડ (આલેચ, બરડા અને ગીરના જંગલમાં નેસમાં રહેતા), (૪) ભીલ, ભીલ ગરાસીયા, ઢોલી ભીલ, ડુંગરી ભીલ, ડુંગરી ગરાસીયા, મેવાશી ભીલ, રાવલ ભીલ, તડવી ભીલ, ભગાલીયા, ભીલાલા, પાવરા, વસાવા, વસાવે), (૫) ચારણ (આલેચ, બરડા અને ગીરના જંગલમાં નેસમાં રહેતા), (૬) ચૌધરી (સુરત અને વલસાડ જિલ્લાના), (૭) ચૌધરા, (૮) ધન્કા, તડવી, તેતરીયા, વલ્વી, (૯) ધોડીયા, ધોડી, (૧૦) દુબળા, તલાવીયા, હળપતિ, (૧૧) ગામીત, ગામટા, ગાવીત, માવચી, પડવી, (૧૨) ગોંડ, રાજગોંડ, (૧૩) કાથોડી, કટકરી, ધોર કટકરી, ધોર કાથોડી, ધોર કટકરી, સોન કાથોડી, સોન કટકરી, (૧૪) કોકણા, કોકણી, કુકણા, (૧૫) રદ કરેલ, (૧૬) કોળી ધોર, ટોકરે કોળી, કોલ્ચા, કોલઘા, (૧૭) કુણબી (ડાંગ જિલ્લાના), (૧૮) નૈકડા, નાયકા, ચોલિવાલા નાયકા, કાપડીયા નાયકા, મોટા નાયકા, નાના નાયકા, (૧૯) પઢાર, (૨૦) રદ કરેલ, (૨૧) પારધી, અડવીચીંચર, ફાનસે પારધી (અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સિવાયના), (૨૨) પટેલીયા, (૨૩) પોમલા, (૨૪) રબારી (આલેચ, બરડા અને ગીરના જંગલમાં નેસમાં રહેતા), (૨૫) રાઠવા, (૨૬) સિદ્દિ, સિદ્દિ-બાદશાહ (અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના), (૨૭) રદ કરેલ, (૨૮) વરલી, (૨૯) વિટોલા, કોટવાલિયા, બરોડીયા, (૩૦) ભીલ, ભીલાલા, બરેલા, પટેલીયા, (૩૧) તડવી ભીલ, બાવરા, વસાવે, (૩૨) પડવી.

આ ઉપરાંત સરકાર દ્વારા રાજય સરકાર હેઠળની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી પણ જાહેર કરાઈ છે, જેમાં કુલ ૧૪૬ જેટલી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ભારત સરકાર હેઠળના અનામતના લાભ માટેની અન્ય પછાત વર્ગોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૧૦૫ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે.

(11:47 am IST)
  • બ્રિટનમાં ગોરાની સરખામણીમાં અશ્વેત શિક્ષકોને ઓછો પગાર : BBC દ્વારા એક ભારતીય મૂળની શિક્ષિકાના અનુભવને આધારે પ્રસારિત થયેલા સમાચાર મુજબ ગોરા શિક્ષકોની સરખામણીમાં 26 ટકા ઓછો પગાર મળતો હોવાની રાવ access_time 12:40 pm IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • અમદાવાદ : હોમગાર્ડ જવાન પર ત્રણ યુવાનોએ ઘર પાસે બોલાવી હુમલો કર્યો :આરોપીની પત્નીનો ફોટો મોબાઈલમાં હોવાની શંકાએ માર માર્યો :વાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ access_time 1:36 am IST