Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

એક તરફ નોકરી નથી, તો બીજી તરફ બેરોજગારોના રૂપિયાથી ગુજરાત સરકારની તિજોરી છલકાઇ

છેલ્લી ૧૯ સરકારી નોકરીની ભરતીથી બેરોજગારોના ખિસ્સામાંથી ૯૦ કરોડથી વધારેની રકમ સેરવી લેવાઇ

નવી દિલ્હી તા. ૮ : ગુજરાતના બે રોજગારો થકી રાજય સરકારની તીજોરીને તગડી આવક થઇ છે. છેલ્લાં કેટલાક સમયમાં રાજય સરકાર દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી. જેમાં લાખો નોકરી વાંચ્છુઓએ અરજી કરતાં સરકારની તિજોરીમાં કરોડો જમા રૂપિયા થયા છે. સરકારની નોકરીની કુલ ૨૨,૭૬૭ જગ્યાઓ માટે રાજયના ૮૧.૧૨  લાખ લોકોએ અરજી કરી છે.

ગુજરાતમાં દિવસે દિવસે બેકારીનો આંકડો વધતો જાય છે. જે સાબિત કરે છે રાજય સરકારની છેલ્લાં કેટલાક વર્ષમાં આવેલી સરકારી નોકરીની જાહેરાત અને તેમાં રાજયના લાખો યુવાનોએ કરેલી અરજી આંકડા સરકારની નોકરીની છેલ્લી ૧૯ ભરતીની વાત કરવામાં આવે તો ૧૯ ભરતીની ૨૨,૭૬૭ જગ્યા માટે રાજયના ૮૧ લાખથી વધારે લોકોએ ઉમેદવાર કરી. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે એક જગ્યા માટે કેટલા લોકો દાવેદારી કરી રહ્યાં છે. તો બીજી તરફ, લાખો બેરોજગારોએ ભરેલી ફીથી સરકારને કરોડોની કમાણી થઇ છે. તો જોઈએ કઈ અરજીની ફોર્મથી કેટલી આવક થઈ છે.

- પંચાયતી તલાટી વર્ગ ૩ અને જુનિયર કલાર્ક વર્ગની ૧,૮૧૯ જગ્યા માટેના ૨૩ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૨૫ કરોડથી વધુની આવક થઈ

- બિન સચિવાલય કારકુન વર્ગ ૩ની ૨૨૧ જગ્યા માટેના ૧૨ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૧૩ કરોડથી વધારેની આવક

- લોક રક્ષકની ૯૭૧૩ જગ્યા માટેના ૮.૭૬ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૯ કરોડથી વધારેની આવક

- વન રક્ષકની ૩૩૪ જગ્યા માટેના ૬.૨૫ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૭ કરોડની આવક

- મુખ્ય સેવિકાની ૫૧૨ જગ્યા માટેના ૨ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૨ કરોડ ૨૪ લાખની આવક

- નાયબ ચીટનીસની ૭૭ જગ્યા માટેના ૩ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૩ કરોડ ૩૬ લાખની આવક

- જીપીએસસી ૧ અને ૨ની ૨૯૪ જગ્યા માટેના ૪ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૪ કરોડ ૮૦ લાખની આવક

- ટેટ-૧ની ૩૨૬૨ જગ્યા માટેના ૧ લાખ ૮૦ હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ઉમેદવારોની ફોર્મ ફીથી ૪ કરોડ ૭૧ લાખની આવક

- ટેટ-૨ ની ૨૪૬૦ જગ્યા માટેના ૧ લાખ ૪૭ હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૩ કરોડ ૮૫ લાખની આવક

- નાયબ મામલતદારની ૪૧૨ જગ્યા માટેના ૪ લાખ ૨૫ હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૪ કરોડ ૭૬ લાખની આવક

- ફાર્માસિસ્ટની ૧૧૫ જગ્યા માટેના ૮૦ હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી ૮ લાખ ૯૬ હજારની આવક

- સ્ટાફ નર્સ વર્ગ-૩ની ૭૦૦ બેઠકો માટેના એક લાખ ઉમેદવારોની ફોર્મફીથી એક કરોડ ૧૨ લાખની આવક

- ગુજરાત હાઇકોર્ટ પટવાળા વર્ગ-૪ની ૧૧૪૯  બેઠક માટેના એક લાખ ઉમેદવારોના ફોર્મફી થી સરકારને ૩ કરોડ ૬૦ લાખની આવક

- વિસ્તરણ અધિકારી વર્ગ ૩ની ૩૭ જગ્યા માટેના એક લાખ ૨૦ હજાર ઉમેદવારોની ફોર્મ ફી થકી સરકારને ૧ કરોડ ૩૪ લાખની આવક

- ચીફ ઓફિસર વર્ગ-૩ની ૫૧ જગ્યા માટેના ૬૪ હજાર ઉમેદવારોના ફોર્મ ફી થકી સરકારને ૭ લાખ ૧૬ હજારની આવક

 - મોટર વ્હીકલ આસિસ્ટંટ ઇન્સ્પેકટરની ૨૫ જગ્યા માટેના ૬૧ હજાર ઉમેદવારોના ફોર્મ ફી થકી સરકારને ૬ લાખ ૭૨ હજારની આવક

- જમાદાર વર્ગ-૩ની ૩૫ જગ્યા માટેના ૩ લાખ ૨૦ હજાર ઉમેદવારોના ફોર્મ ફી થકી સરકારને ૩ કરોડ ૫૮ લાખની આવક

- રાજયવેરા નિરીક્ષણ વર્ગ-૩ની ૨૦૦ જગ્યા માટેના બે લાખ ઉમેદવારોના ફોર્મ થકી સરકારને ૨ કરોડ ૨૪ લાખની આવક

આમ જોવામાં આવે તો છેલ્લી સરકારની નોકરીની ૧૯ ભરતીથી બેરોજગારોના ખિસ્સામાંથી ૯૦ કરોડથી વધારેની રકમ સેરવી લેવાઇ છે. જાણીને નવાઇ લાગશે કે હજુ સુધી આ સરકારી નોકરીની ભરતીની મોટાભાગની નોકરીની પરીક્ષાઓ લેવાઇ નથી. તો કયાંક પરીક્ષા પેપર લિક થવાના કૌભાંડો બહાર આવ્યા છે. તાજેતરમાં જ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લિક કૌભાંડ તેનું મોટું ઉદાહરણ છે.(૨૧.૫)

 

(10:09 am IST)