Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જેલ અધિકારીઓએ મળવા મંજૂરી ના આપી :અલ્પેશના ઘરે પહોંચ્યો હાર્દિક :સોમવારે જેલમુક્ત થતા મોટું સરઘસ કાઢશે

પાસના કાર્યકરો સાથે અલ્પેશ કથીરિયા વિજય સરઘસ સાથે ઘરે પહોંચશે

સુરત :આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ અલ્પેશને મળવા માટે લાજપોર જેલ પહોંચ્યો હતો પરંતુ જેલ અધિકારીઓએ મુલાકાતની પરવાનગી ન આપી ન હતી. જે બાદ હાર્દિક પાસના કાર્યકરો સાથે અલ્પેશ કથિરીયાના ઘરે પહોંચ્યો હતો.

   હાર્દિક પટેલ પાસના કાર્યકર્તાઓ સાથે સુરતમાં આવેલા અલ્પેશ કથરિયાનાં ઘરમાં તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બાદમાં સુરત પાસની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અલ્પેશને જેલમાં નીકળ્યા બાદ પાસ દ્વારા મોટું સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવશે. પાસના કાર્યકર્તાઓ અલ્પેશના ઘરે આવ્યા બાદ ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશની જેલ મુક્તિ માટે પાસ અને એસપીજી દ્વારા મોટાપાયે આંદોલન ચલાવવામાં આવ્યું હતું.
  સોમવારે અલ્પેશ કથિરીયા જેલમાંથી છૂટશે. જે પછી પાસના કાર્યકર્તાઓ સાથે તે વિજય સર્ઘષ સાથે ઘરે પહોંચશે. જે બાદ અલ્પેશ પોતાના પરિવારને મળીને કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે. ત્યાંથી તે સીઘો કાગવડ દર્શન કરવા જશે

(11:20 pm IST)